- પ્રજાસત્તાક પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી કોટડા સાંગાણી ખાતે સંપન્ન
- પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કોટડા સાંગાણીની ઠાકોરશ્રી મૂળવાજી વિનયન કોલેજ ખાતે કરવામા આવી હતી.આ પ્રસંગે
કૃષિ મંત્રી તેમજ રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયુ હતુ. કલેક્ટર પ્રભવ જોષી, પ્રોબેશનરી આઈ.પી.એસ. નવીન ચક્રવર્તી તથા એસ.પી. હિમકરસિંહ સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
મંત્રી રાધવજીભાઈ પટેલે નર્મદા જણાવ્યું હતું કે, કોઈપણ નર્મદા દેશને ચલાવવા માટે તે દેશનું બંધારણ હોય છે. ભારત વિશ્વનો સૌથી મોટો લોકતંત્ર દેશ છે, આ વિશાળ દેશની વિવિધતા એ આપણી એકતા છે. આઝાદી બાદ દેશને નર્મદા ચલાવવા માટે બંધારણ ઘડવૈયાઓએ બંધારણનું નિર્માણ કર્યું હતું. શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને પશુપાલન સહિત તમામ ક્ષેત્રમાં ગુજરાત અગ્રણી રાજ્ય બનીને ઉભરી રહ્યું છે.
જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતે ખૂબ પ્રગતિ કરી છે. સુજલામ્ સુફલામ્ યોજના અને મનરેગા યોજનાના સમન્વયથી જળ વ્યવસ્થાપન સાથે રોજગારી આપવામા આવી છે. નર્મદા યોજના, સૌની યોજના સહિત જળ યોજનાથી સૌરાષ્ટ્રની ધરતીને હરિયાળી બનાવાઈ છે.
ગુજરાત ઇકો ફ્રેન્ડલી સ્ટેટ છે. ઉદ્યોગોની સાથે સાથે પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે તેનું ધ્યાન ગુજરાત રાજ્યએ હંમેશા રાખ્યું છે. એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યમાં 13 કરોડ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. ખેડૂતો, શ્રમિકો, નાના વેપારીઓ સહિત તમામ વર્ગનો વિકાસ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ બની અનેક જન કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. નાગરિક સલામતી માટેસાયબર અપરાધીઓ સામેની ગુજરાત પોલીસની ઝુંબેશ.સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઓનલાઈન સાયબર ફ્રોડ કાર્યવાહી હાથ ધરી છેતરપીંડી થયેલા નાણા પૈકી રૂ. 285 કરોડથી વધુની રકમ ફ્રિઝ કરવામાં આવી છે. જેમાંથી રૂ. 108 કરોડથી વધુ રકમ રીફંડ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીના હસ્તે સાયબર હેલ્પલાઈન 1930 માટે શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત પોલીસને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વિવિધ કચેરીઓ દ્વારા યોજાયેલ ટેબ્લો પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જેમા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગ્રામીણ આજીવિકાની ઝાંખી અને મોડેલ ગામ, સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગ કલ્યાણકારી યોજના સહિત યોજનાનો ટેબ્લો, પ્રાદેશિક વાહવ્યવહાર કચેરી દ્વારા રોડ સેફટી અને ટ્રાફિક અવેરનેસ, બાગાયત, આત્મા તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા કૃષિ ક્ષેત્રે યાંત્રિકીકરણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિરની સેવાઓ, ઙખઉંઅઢ યોજના, 100 ડેસીબી કેમ્પેન, નમોશ્રી યોજના, મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા 181 અભયમ હેલ્પલાઈન વાન, પશુપાલન વિભાગ દ્રારા પશુધન વીમા યોજનાના ટેબ્લો, આઈ.સી.ડી.એસ. દ્વારા પોષણ અભિયાનના યોજનાના ટેબ્લો, સહકાર વિભાગ આર.ડી.સી. બેંક તથા રાજકોટ ડેરી દ્વારા બેંકના બેનરો, દૂધનો સંઘના ટેબ્લો, ફોરેસ્ટ વિભાગ તથા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વન તથા વન્ય પ્રાણીનો ટેબ્લો, રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ક્વિક રિસ્પોન્સ ટીમ ટેબ્લો, પી.જી.વી. સી.એલ. દ્વારા રીન્યુએબલ એનર્જી તથા પીએમ સોલાર વગેરે થીમ આધારિત 12 ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિ ગીતો પર સાંસ્કૃતિક કૃતિઓ, સેલ્ફ ડિફેન્સની કૃતિ રજુ કરાઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદાં જુદા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા આશરે 70થી વધુ નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.