Abtak Media Google News

બાળથી મોટેરા સૌને ગમતું પ્રાણી એટલે હાથી આપણી બાળ વાર્તામાં ગીતોમાં હાથીભાઇ વાતો ખુબ જ જોવા મળે છે. ફિલ્મો અને સરકસમાં તે વિવિધ કસીબ બતાવતા જોવા મળે છે. હાથી એક મોટું સ્થૂળ શરીરનું સૂંઢ વાળું પ્રાણી છે. પૃથ્વી પરનું સૌથી કદાવર અને મોટું પ્રાણી છે. તેનું શરીર ગોળાકાર અને જાડું હોવા છતાં તે બહુ જ ચપળ હોય છે. મોટા ભાગે તેનો વ્યવહાર શાંત હોય છે. તેની ઉંચાઇ 10 થી 1ર ફૂટની હોય છે. તેની લાંબી સૂંઢ જાડા પગ, ટુંકી પૂંછડી અને લાંબી સૂંઢને કારણે બાળકોને બહુ જ ગમે છે. હાથીના આગળ બે દંતશૂળ મોટાને કિંમતી હોય છે.

હાથીનું મૂળ સ્થાન એશિયા અને આફ્રિકા ખંડ છે તે બધા જાનવરમાં આકારમાં સૌથી મોટું છે. સામાન્ય રીતે તેનું આયુષ્ય 100 વર્ષ જેટલું ગણાય છે. તે માણસ સાથે રહેનારૂ અને માણસોના ઘણા કામો કરનારૂ પ્રાણી છે. ભદ્ર હાથીનું આયુષ્ય સૌથી વધારે 1ર0 વર્ષનું ગણાય છે. હાથીના સ્વભાવ પ્રમાણે વિશાળ અંગવાળા પવિત્ર અને થોડું ખાનારા, શુરવીર, વિશાળ બહું ખાનારા, ક્રોધ યુકત જેવા પ્રકારો જોવા મળે છે. હાથીને તાલિમ આપો તો તે ખુબ જ સારી કામગીરી કરી શકે છે.

આફ્રિકન હાથીના કાન એશિયન હાથી કરતાં ત્રણ ગણા મોટા હોય છે. કાન તેના શરીરનું તાપમાન જાળવવામાં મદદ કરે છે. હાથી તેના કાન સતત ચલાવતાં હોય છે. કે કાન હલાવીને એકબીજાને સઁદેશો પણ આપે છે. હાથી દુનિયામાં એક માત્ર એવું પ્રાણી છે જે કુદકા મારી શકતું નથી. તેની ગંધ પારખવાની શકિત  તીવ્ર હોવાથી 3 કિલો મીટર દૂરથી પાણીની ગંધ પારખી લે છે. તે આખો દિવસમાં 300 લીટર જેટલું પાણી પીએ છે. તેના કાન મોટા હોવા છતાં અવાજ સાંભળવામાં સાવ નબળા હોય છે. તેના જાડા પગના તળિયા વડે જમીનના કંપન પરથી દૂર થતાં અવાજ સાંભળી શકે છે.

116139776 C0495712 African Elephants At A Waterhole

સૌથી અચરજ પ્રમાણે તેવી હાથી વાત એ છે કે તેની સૂંઢમાં હાડકા હોતા નથી ખાલી દોઢ લાખ જેટલા સ્નાયુઓની બનેલ હોય છે. તેની ચામડી એક ઇંચ જાડી હોય છે. તે બહુ ઉંઘ કરતો નથી ને રાત્રે ઉભા ઉભા પણ ઉંઘ ખેંચી લે છે. તેની સૂંઢના છેડે આંગળી જેવા બહાર નીકળેલ ભાગ એક અવયવ હોય છે જેની મદદથી શરીરને ખંજવાળી  શકે ને આખો પણ સાફ કરી શકે છે. હાથી પાણીમાં ખુબ જ લાંબા અંતર સુધી તરી શકે છે. તેની સૂંઢના સ્નાયુ એટલા સંવેદનશીલ હોય છે કે જમીન પર પડેલી સોય પણ ઉપાડી શકે છે. હાથીની મુખ્ય બે પ્રજાતિમાં આફ્રિકી હાથી ઉંચાઇ 3 થી 4 મીટર અને વજન 8000 કિલોગ્રામ જેવું હોય છે. જયારે એશિયન હાથી 3.5 મીટર નો અને પપ00 કિલો વજનનો હોય છે. એશિયન હાથીને સહેલાયથી પાળી શકાય છે. તો આફ્રિકન હાથીને નથી પાળી શકાતા, આફ્રિકન હાથીમાં નર અને માદા બન્નેને દંત શૂળ હોય છે. જયારે એશિયન હાથીને માત્ર નર હાથીને જ દંત શૂળ હોય છે. પરંતુ આમા પણ અપવાદમાં કેટલાક નરને દંતશૂળ નથી હોતા ભારતમાં આવા હાથીને ‘મકના’ કહે છે. હાથી દાંતની લંબાઇનો વર્લ્ડ રેકોર્ડ 3.5 મીટરનો નોંધાયો છે. તેની જાડી ચામડીનું વજન જ એક હજાર કિલો હોય છે.

હાથી તેનું સૂંઢ વડે રપ0 કિલોનું લાકડું આસાનાથી ઉપાડી શકે છે. તેથી જંગલોમાં લાકડા હેર ફેર માટે તેનો ઉપયોગ વધુ થાય છે. તેની સૂંઢનું વજન 130 કિલો સાથે દોઢ મીટર લાંબી હોય છે. તે સૂંઢ વડે પાણી ભરીને મોઢાથી પાણી પીએ છે. એક ઘુઁટડામાં લગભગ 10 લીટર પાણીનો જથ્થો પીએ છે. સૂંઘવાની શકિતને કારણે પવનની મદદથી દોઢ કિલોમીટર દૂરથી માણસની ગંઘ પારખી શકે છે. તે પ્રતિ કલાકે 40 કિલોમીટરની ચાલે ચાલે છે. જો કે આટલી ઝડપ લાંબુ ટકતી નથી તેની રેગ્યુલર ઝડપ 16 કિલોમીટરની જ હોય છે.

 

પુખ્ત હાથી રોજ 100 કિલો ચારો અને 1પ0 લીટર પાણી પીએ છે. ખોરાક માટે હાથીનું ટોળું લગભગ રપ0 કિલોમીટરમાં સતત હર ફર કરે છે. ઋતુ આધારીત પણ તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરે છે. હાથી દાંત માટે તેની આડેધડ કતલ કાનુની પ્રતિબંધ હોવા છતાં અટકી નથી. આજે પણ દર વર્ષે ચાર હજાર જેટલા હાથીનો શિકાર થાય છે. વિશ્ર્વની બઝારો તેના હાથી દાંતની કિંમત કિલોના 1પ0 ડોલર જેવો હોય છે એક હાથી દાંત એવરેજ 4પ કિલોનો હોય છે.

મદમસ્ત ધીમીચાલ, લાંબી સૂંઢ અને સુપડા જેવા કાનના માલિક હાથીને આપણે ગજરાજ કહીએ છીએ, કદાવર હાથી રસ્તા પર નિકળે ત્યારે બાળકની સાથે મોટેરા ને પણ આકર્ષણ થાય છે. તેમના પગ ખુબ જ શકિતશાળી  હોય છે. શરીરનાં પ્રમાણમાં આંખ સાવ નાની હોય છે. તેની પૂંછડીની ટોચ  બરછટ વાળ વાળી હોય છે જે જંતુઓ દૂર કરવામાં મદદ કરે છે. તેનું સૌથી સંવેદનશીલ અંગ પરસેવા ગ્રંથી વગરની ચામડી છે. એશિયન હાથીની ચાર પેટા જાતિઓમાં શ્રીલંકાના, સુમાત્રાના અને બોર્નીયન હાથી સાથે મોટી ટસ્કવાળા હાથી જોવા મળે છે.

Content Image 6Dd07Fbf A053 4E07 86Ab A8Cf12071322

આફ્રિકન હાથીઓ લગભગ આખા આફ્રિકામાં જોવા મળે છે. નબીબીયા, સેનેગલ, કેન્યા, ઝિમ્બાબ્વે, કોંગો, સુદાન, ઝામ્બીયા, સોમાલિયા જેવા વિવિધ જગ્યાએ જંગલોમાં જોવા મળે છે. એશિયાઇ હાથી ભારતમાં ઉતર-પૂર્વ દક્ષિણમાં થાઇલેન્ડ, ચીન, શ્રીલંકાના ટાપુપર, મ્યાનમાર, લાઓસ, વિયેટનામ અને મલેશિયામાં રહે છે. દિવસના લગભગ 16 કલાક ખોરાકમાં વ્યતિત કરે છે, 300 કિલો જેટલું ખાય છે. હાથી છાલ, ઝાડના પાંદડા, જંગલી કેળા, સફરજન, મરૂલા, કોફી સાથે તે રહેઠાણ આધારીત ખોરાક ખાય છે. તે શાકભાજીમાં કોબી, ગાજર, બીટ, નાશપતિ, તરબૂચ વિગેરે પણ ખાય છે. હાથીઓ એકદમ બુઘ્ધીશાળી પ્રાણી છે તેની મેમરી બહુ પાવરફૂલ હોય છે. હાથીને માતંગ, સારંગ, વારણ, હસ્ત, કરી, દંતી, શુંડાલ, ગયંદ, કુંજર, ઇભ, સિંધુર, દ્વિરદ, વ્પાલ, કુંભી અને દ્રિપ જેવા નામોથી પણ ઓખળાય છે. હાથીના આઠ પ્રકારોમાં એરાવત, પુંડરીક, વામન, કુમુદ, અંજન, પુષ્પદંત, સાર્વભૌમ, સુપ્રીતક નો સમાવેશ થાય છે. હાથીને શણગાર માટે અલગ અલગ સાજ સાથે અંબાડી ઉપર મુકવામાં આવે છે. રાજા-રજવાડા યુઘ્ધોમાં તેનો ઉપયોગ કરતા આજે પણ લગ્ન પ્રસંગે લોકો હાથીની અંબાડી ઉપર  બેસીને પણ આવે છે.

 

બાર ક્ષેત્રોવાળો હાથી પુરૂ આયુષ્ય ભોગવે

હાથીનું સાધારણ આયુષ્ય 101 વર્ષ ગણાય છે. તેની ગર્ભાવસ્થાની મુદત 615 દિવસની ગણાય છે. હાથીના શરીરમાં વિવિધ 1ર ક્ષેત્રોમાં સૂંઢમાં, વદનમાંં, વિષાણમાં, મસ્તકમાં, નેત્રમાં, કાનમાં, કંઠમાં, ગાત્રમાં, ઉરસ્થળમાં, રોસાંગમાં, ક્રાંતિમાં અને સત્વમા જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ બાર ક્ષેત્રોવાળો હાથી પુરુ આયુષ્ય ભોગવે છે. કોઇપણ એક ક્ષેત્ર ઓછું હોય તો દશ વર્ષ આયુષ્ય ઘટી જાય છે. ભદ્ર હાથીનું આયુષ્ય 1ર0 વર્ષ જેટલું હોય છે.

 

હાથી આઠ જાતના હોય

હાથીની અલગ અલગ 8 જાતનાં ઐરાવત, પુંડરીક, વામન, કુમુદ, અંજન, પુષ્પદંત, સાર્વભૌમ અને સુપ્રતીક નો સમાવેશ થાય છે. આ વંશમાં પેદા થયેલા હાથી તે જાતીના કહેવાય છે. આ ઉપરાંત હાથીના ગુણ ઉપરથી પણ તેની 1ર જાત નકકી કરવામાં આવી છે. ઉંચાઇ પરથી પણ તેના બીજા ચાર પ્રકારો જોવા મળે છે. શહેરશાહ અકબરે પણ હાથીના સાત વર્ગો પાડયા છે. સિંહ, વાઘ વગેરેની સાથે લડાઇમાં ઉતરનાર હાથીને ‘શેરગીર’ કહેવાય છે.

 

11 ગુણથી સંપન્ન હાથીઓનો ‘રાજા’ બને

ગજરાજમાં 11 પ્રકારના ગુણ હોવા જોઇએ જેમાં મધ જેવા દાંત, શ્યામ, મઘના જેવી આંખો, પાંડુવર્ણ પેટ, કમળ જેવું મુખ, વાળ ભમરા જેવા, ડોલર અને ચંદ્રમા જેવું તેજ, શેષ અંગમાં થોડી પિળાશ, સફેલ – લાલ બિંદુથી ચિત્રિત મુખ અને લાલાશ પડતાં લમણાં આવા સંપૂર્ણ લક્ષણો ધરાવતો હાથી જ ‘રાજા’ બને છે. આવો હાથી મેળવીને રાજા સમુદ્ર પર્યત ભૂમીનો ભોગ કરે છે. સૂંઢ, લમણા, વિષાણ, કર્ણષ નેત્ર સ્નિગ્ધ હોય તેવા પાંચ લક્ષણો વાળો હાથી ‘ગજ’ કહેવાય છે. લંબાઇ, જાડાઇ, ઉંચાઇ, બલ, પુરાક્રમ જેવા વિવિધ સાત લક્ષણો ધરાવતા હાથીને ‘હસ્તી’ કહેવાય છે. આ ઉ5રાંત કુંજર નાગહસ્તી જેવા પ્રકારો પણ શાસ્ત્રોમાં જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.