Abtak Media Google News

દેવ પોઢી એકાદશીથી દેવતાઓ પોઢી જાય તેથી લગ્નોત્સવનું આયોજન નથી કરાતું, દેવ ઉઠી અગિયારસથી ફરી લગ્નોના શુભ મુહુર્તોનો પ્રારંભ થશે

અષાઢ સુદ પાંચમને ગુરૂવાર તારીખ 15 જુલાઇના દિવસે લગ્નનું છેલ્લુ મુહૂર્ત છે.તારીખ 20 જુલાઇને મંગળવારે દેવ પોઢી એકાદશી છે આમ દેવતાઓ પોઢી જાય એટલે લગ્ન થતા નથી જ્યારે દેવતાઓ જાગે ત્યારે લગ્નના મુહૂર્તની શરૂઆત થાય છે. તારીખ 12.11.21ના દિવસે દેવઉઠી એકાદશી છે આ દિવસથી દેવતાઓ જાગે છે અને લગ્નના મુહૂર્તોની શરૂવાત થાય છે. આમ તારીખ 16.11.21ના દિવસે લગ્નનું  દિવાળી પછીનું પહેલુ મુહૂર્ત છે.

તારીખ 11 જુલાઇને રવિવારથી રવિપુષ્યા યોગનો દિવસ છે અને આ દિવસથી અષાઢ મહિનાના પ્રારંભ સાથે વિવિધ તહેવારોની શરૂઆત થશે.

દિવાળી પછી લગ્નના મુહૂર્તો

  • નવેમ્બરમાં તા.16,20,21,22,26,28,29,30
  • ડિસેમ્બરમાં તા.1,7,9,11,13,14
  • જાન્યુઆરીમાં તા.20,22,23,24,26
  • ફેબ્રુઆરીમાં તા.5,6,7,10,16,17

શાસ્ત્રી : રાજદીપ જોષી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.