Abtak Media Google News

વાલીઓ અને ભૂલકાઓએ વિવિધ પ્રકારના પ્રોજેકટ રજુ કર્યા

શહેરની જીનીયસ સ્કુલ ખાતે અલગ અલગ કાર્યક્રમો હરહંમેશ યોજવામાં આવે છે. ત્યારે ૧પ અને ૧૬ જાન્યુઆરી દરમ્યાન જીનીયર્સ સુપર કિડસ દ્વારા સુપર ફીએસ્ટ-૨૦૨૦ યોજવામાં આવ્યો હતો.  જેમાં વાલીઓ અને સુપરકિડસ દ્વારા વિવિધ પ્રકારનાં પ્રોજેકટ રજુ કરવામાં આવ્યા હતા. બાળકોની સાથો સાથ વાલીઓ પણ હોશભેર જોડાયા હતા. શાળા સંચાલકો, શિક્ષકો વાલીઓ અને વિર્ઘાીઓની ભારે જહેમતથી સુપર ફિએસ્ટ્રા ૨૦૨૦ યોજાયો હતો.

જીનીયસ સુપરકિડસના એચ.ઓ.ડી. બીજલબેનએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે સુરપકિડસ માટે પ્રથમ વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં વાલીઓ દ્વારા બનાવાયેલા પ્રોજેકટ ડિસેપ્લેટ કરવામાં આવે છે. આશરે પ૦ જેટલા પ્રોજેકટ વાલીઓની મહેનતથી બનાવીને મુકવામાં આવ્યા છે. જેથી બાળક કંઇપણ વસ્તુ જોયે તો તેને વધારે ખ્યાલ આવે છેલ્લા એક મહિનાથી આ પ્રોગ્રામ માટેની તૈયારીઓ ચાલતી હતી. ઘણાં વાલીઓએ એકથી વધારે પ્રોજેકટ પણ બનાવ્યા છે.

સાથો સાથ સુપરકિડસ માટેનો આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો તેમાં વાલીઓનો પ્રતિસાદ પણ ખુબ જ સારો મળ્યો સવિશેષ વાલીમાં ઉત્સાહ હોવાથી તેઓને પણ નવા નવા કાર્યક્રમોનું આયોજન કરવાની ઇચ્છા થાય છે.

સાથો સાથ જીનીયસ સુપરકિડઝનું આગામી પ્લાનીંગ એ છે કે વાલીઓ બાળકોને ભણાવશે એટલે કે પેરેન્ટસ ટીચીંગ નો એક પ્રોગ્રામ રાખવામાં આવશે. આમ અલગ આયોજનો થશે.

સુપર ફિએસ્ટા ૨૦૨૦માં ભાગ લેનાર વાલી અંકીતા પટેલએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સ્પેશ્યલ કિડઝ માટે કોઇપણ જગ્યાએ સ્પેશયલ ફોકસ નથી થતું. અને એક એક બાળક પર વિશેષ ઘ્યાન પણ નથી અપાતું ત્યારે અહિંયા બાળકોનો ઉત્સાહ અને આત્મવિશ્ર્વાસ વધે તે રીતે શિક્ષણ આપવામાં આવે છે.

ખાસ તો સુપર કિડઝ માટે ચોપડીયું જ્ઞાન એટલું જરુરી નથી જેટલું પ્રેકટીકલ જરુરી છે. તો જીનીયસ સુપર કિડઝમાં બાળકોને પુરી રીતે પ્રોત્સાહીત કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.