- ઇમિગ્રેશન વિભાગની મંજૂરી બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ
રાજકોટ -અમદાવાદ હાઇવે ઉપર હીરાસર ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે 9 ફેબ્રુઆરીને રવિવારે સવારે 7.30 કલાકે 23,000 ચો.મી.માં નવનિર્મિત આધુનિક ટર્મિનલને ખુલ્લું મુકવામાં આવ્યું છે. રાજકીય પદાધિકારીઓ અને સ્થાનિક રાજકીય પદાધિકારીઓ અને સ્થાનિક અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં મુસાફરો માટેની આધુનિક સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ વખતે ગુજરાત અને કાઠિયાવાડની ઓળખ ગણાતા ગરબા ઉપરાંત ભાંગડા રમવામાં આવ્યા હતા અને તેથી મુસાફરોએ પણ આ સ્વાગતને બિરદાવ્યું હતું. સાથે 23,000 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર થયેલા અદ્યતન ટર્મિનલને નિહાળી આકર્ષણ અનુભવ્યું હતું. મુસાફરોએ કહ્યું કે, બિઝનેસ ક્લાસ અને વિદેશી મુસાફરોને આકર્ષવા માટે આ પ્રકારનું એરપોર્ટ ખરેખર જરૂરી હતું.
આ ઈન્ટરનેશનલ એરપોર્ટને કસ્ટમ વિભાગની મંજૂરી મળી ગઈ છે, જેનાથી રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવાનો માર્ગ મોકળો બની ગયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા ગુડ્સ ડમ્પિંગ માટે ભારત સરકાર દ્વારા ગેઝેટ બહાર પાડવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાલ 10થી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટ ઉડાન ભરે છે. જોકે, આ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હંગામી ટર્મિનલ શરૂ થયાના પોણા બે વર્ષ બાદ પણ હજૂ સુધી ઈન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ નથી.
ઉપરાંત ઇમિગ્રેશન વિભાગની પણ મંજૂરી મળી જશે. કસ્ટમનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર થઈ ગયા બાદ ઇમિગ્રેશનની મંજૂરીની પણ પ્રક્રિયા ટૂંક સમયમાં થઈ જશે. જે બાદ આગામી ટૂંક સમયમાં રાજકોટથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થશે.
રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગોની સુવિધા
આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર 280થી વધુ મુસાફરોની વહનક્ષમતા અને પ્રતિ કલાક 5,375 કિલોમીટરની સ્પીડથી ઊડી શકે એવાં ‘સી’ પ્રકારનાં પ્લેન ઓપરેટ થશે. આને પગલે એરબસ (અ 320-200), બોઇંગ (ઇ 737-900) જેવાં વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે. આ એરપોર્ટ પર સમાંતર બે ટેક્સી-વે રહેશે તથા એપ્રન, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો, ખછઘ/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. 2500 એકરમાં બનેલા આ એરપોર્ટમાં 1500 એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે, 250 એકરનો ગ્રીન ઝોન, 524 એકર સિટી સાઈડ પેસેન્જર સુવિધા માટે અને એવિએશન પાર્ક માટે 250 એકર જમીનનો ઉપયોગ કરાયો છે.
તમામ ફ્લાઈટનું ઓપરેશન નવા ટર્મિનલથી થશે
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી હાલ મુંબઈની 4, દિલ્હીની 2, પુણે, ગોવા, હૈદરાબાદ અને બેંગ્લોરની 1-1 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. આ તમામ ફ્લાઈટનું ઓપરેશન આજથી નવા એરપોર્ટ ટર્મિનલ પરથી શરૂ થઈ જશે. 23,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ આ નવા ટર્મિનલમાં એર ટ્રાફિક કંટ્રોલ (અઝઈ) ટાવર, લોકો ટર્મિનલમાંથી સીધા ફ્લાઈટમાં પહોંચી શકે તે માટે 4 એરોબ્રિજ મૂકવામાં આવ્યા છે. એરોબ્રિજ મૂકવાથી દરેક ફલાઈટના ઓપરેશન વચ્ચે 20 મિનિટ જેટલો સમયગાળો બચી જશે.
એરપોર્ટની ખાસિયત
રાજકોટથી 35 કિલોમીટરના અંતરે હિરાસર ગામ આવેલું છે. જ્યાં 1032 હેક્ટરની વિશાળ જગ્યામાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ વિકસાવવામાં આવ્યું છે. જેમાં પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે અને ફ્લાઇટ માટે 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યાં છે. કુલ 33,000 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલું છે. અહીંયાં હાલનો રનવે 3040 મીટર લાંબો અને 25 મીટર પહોળાઈ ધરાવે છે. અહીંયાંની ખાસિયત એ પણ છે કે એક જ કલાકમાં 14 ફ્લાઇટ ઉડાન ભરી શકશે અને ફ્લાઇટ લેન્ડ થયાની માત્ર 2 મિનિટમાં રનવે ખાલી પણ થઇ જશે.
નવા ટર્મિનલમાં 14 એરક્રાફ્ટ પાર્કિંગની સુવિધા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ હવે 23000 ચોરસ મીટર જગ્યામાં ફેલાયેલ નવા ટર્મિનલનું બિલ્ડિંગ 326 કરોડનાં ખર્ચે સંપૂર્ણ તૈયાર થઇ જતા આજે આ નવું ટર્મિનલ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જોકે હાલ હંગામી ટર્મિનલ પરથી ઉડાન ભરી રહેલી 10 ફ્લાઈટ નવા ટર્મિનલ પરથી ઓપરેટ થશે. નવા ટર્મિનલને મુસાફરો માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું હતું. નવા ટર્મિનલમાં 14 એરક્રાફ્ટ પાર્કિંગ સુવિધા, 256 જેટલા સીસીટીવી કેમેરા, 4 એરોબ્રિજ અને એકસાથે 1800 મુસાફરો હેન્ડલ કરી શકાય તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે.
7 બોર્ડિંગ ગેટની સુવિધા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ હશે, જેમાંથી ત્રણ એરોબ્રિજ હશે અને ત્રણ ક્ધવેયર બેલ્ટ હશે. હીરાસર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી અહીં 2 કસ્ટમ કાઉન્ટર સાથે 8 ઈમિગ્રેશન કાઉન્ટર હશે. આ એરપોર્ટની ખાસિયત એ પણ છે કે તે આપેલી સમયમર્યાદામાં 1400 મુસાફરોની વ્યવસ્થા કરવામાં સક્ષમ હશે.
ટર્મિનલમાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિ-વિરાસતનો કંડારાઈ
ટર્મિનલમાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિ-વિરાસતનો કંડારાઈ આ ઉપરાંત સુરક્ષાને ધ્યાનમાં રાખી 256 જેટલા ઈઈઝટ કેમેરા, તેમજ 14 એરક્રાફ્ટના પાર્કિંગ માટે એપ્રન પણ છે. નવા ટર્મિનલમાં 3 ક્ધવેયર બેલ્ટ, 20 જેટલાં ચેક ઇન કાઉન્ટર, 1800થી વધારે મુસાફરોને હેન્ડલ કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા ઉપરાંત દર કલાકે 300 મુસાફરો અવરજવર થઈ શકે તે માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે. સાથે આધુનિક ફાયર એલાર્મ સિસ્ટમ સહિત અનેકવિધ સુવિધાઓ છે. ટર્મિનલમાં ખાસ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને વિરાસતનો સમન્વય કલાત્મક રીતે કંડારવામાં આવ્યો છે, જેમાં રણજિત વિલાસ પેલેસની કલાકૃતિને આધારિત ઇન્ટિરિયર કરાયું છે.
ઇન્ડિગો એરલાઇન્સનો થ્રી લેયર એક્ઝિટનો સફળ પ્રયોગ
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા ડિસેમ્બર 2023માં થ્રી લેયર એક્ઝિટનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જે હાલ સફળ નિવડ્યો છે. ઇન્ડિગોની 8 માંથી 4 ફલાઇટમાં આ પ્રયોગ હાલ કરવામા આવી રહ્યો છે. જેમાં એન્ટ્રી માટેના 2 ઉપરાંત એક્ઝિટ માટે 2 ને બદલે 3 ગેટ રાખવામાં આવ્યા છે. જેને લીધે 7 મિનિટમાં ફ્લાઈટમાંથી ઊતરતા મુસાફરો માત્ર 4 મિનિટમાં ફ્લાઈટમાંથી ઊતરી શકે છે તેમજ મુસાફરો ઝડપથી એરપોર્ટથી બહાર નીકળી શકે છે જેમાં તેમના સમયનો પણ બચાવ થઇ શકે છે.