લવ જેહાદ વિરૂદ્ધના કાયદાથી દીકરીઓ સાથે માતા-પિતાને થશે હાશકારો

કાયદો ઘડવા બદલ રૂપાણી સરકારને અભિનંદન પાઠવતા ભંડેરી, ભારદ્વાજ, મિરાણી

રાજયમાં લવ જેહાદ વિરૂદ્ધનો કાયદો લાવવામાં આવ્યા રાજયની હિન્દુ દિકરીઓ સાથે અનેક હિન્દુ માતા પિતાઓ પણ ચિંતા મુકત બનશે. મ્યુ.ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ભંડેરી નીતિન ભારદ્વાજ તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતુ.

મજબૂત અને નિર્ણાયક સરકારનું નેતૃત્વ કરનાર મજબૂત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં દારૂનાં દૂષણ સામે4 ભૂમાફીયાઓ વિરુદ્ધ, ગુંડાઓ સામે તથા ગૌવંશ હત્યા કરનારા વિરુદ્ધ કડક કાનૂન બનાવ્યા છે અને એ સખ્ત કાયદાઓનો અસરકારક અમલ કરી ગુજરાતની જનતાને શાંતિ4 સલામતી અને સુરક્ષાની ભાવના પ્રદાન કરી છે.

હવે ગુજરાતની બહેનો-દીકરીઓને અને પરિવારોને સુરક્ષા કાજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક વિધાનસભામાં પસાર કર્યું છે જે માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે મુખ્યમંત્રી વિજયભાઈનો આભાર માન્યો હતો અને સમગ્ર હિન્દુ સમાજ વતી અભિનંદન પાઠવ્યા હતા.

બંનેએ જણાવ્યું હતું કે4 ખોટા નામ અને ઓળખ ધારણ કરીને હિન્દુ સમાજની દિકરીઓ સાથે લગ્ન કરનારા જેહાદી તત્વોની સાન ઠેકાણે લાવવા વિધાનસભામાં પસાર કરવામાં આવેલો ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક આવકારદાયક છે અને હાલનાં સમયની તાતી જરૂરિયાત છે.

ગુજરાતની તમામ જનતાની સાથે ગુજરાતની બહેનો-દીકરીઓને પણ વધુ શાંતિ અને સલામતીનો અહેસાસ કરાવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભા સત્રમાં લવજેહાદ અંગેનો કડક કાયદો પસાર કર્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા આ કાયદો પસાર કરવામાં આવતા હિંદુ સમાજની બહેનો-દીકરીઓને તો રક્ષણ મળશે જ4 ઉપરાંત અનેક હિંદુ માતા-પિતાઓ પણ ચિંતામુક્ત બનશે.

આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે4 વિધર્મી યુવાનો દ્વારા હિંદુ ધર્મની યુવતિઓને ભોળવીને તેમની સાથે સંબંધ બાંધવામાં આવે છે અને ત્યારબાદ લગ્ન કરવામાં આવે છે. સમય જતા વિધર્મી યુવાનો હિંદુ યુવતિને ત્યજી દે છે. ઘણાં કિસ્સાઓમાં એવું પણ જોવા મળ્યું છે કે4 હિન્દુ યુવતીઓને જાણી-જોઈ ને પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે અને ધાર્મિક કારણોસર જ આવી યુવતીઓનું જીવન બરબાદ કરી દેવામાં આવે છે.  ગુજરાત સરકારે પસાર કરેલા વિધાયક મુજબ બળજબરીથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકાશે. લવજેહાદ વિરુદ્ધનો કાયદો ગુજરાત વિધાનસભામાં પસાર કરવા ગુજરાતનાં હિંદુ સમાજે હાશકારો અનુભવ્યો છે. ધનસુખભાઈ ભંડેરી અને નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું.

શહેર  ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર  રાઠોડે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ધ્વારા ગુજરાતની બહેન-દિકરીઓ અને પિર વારોની સુરક્ષા કાજે ધર્મ સ્વાતત્ર્ય  સુધારા બીલ ને આવકારી અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે ધર્મ સ્વાતત્ર્ય  સુધારા  કાયદો એ ધર્માન્તરણને આધારી  દેશને ખોખલો કર વાની માનસિક્તાના આધાર  પર  બહેન-દિકરીઓનું શોષણ કરી ને રસ્તે રઝળતી કરી  દેવાની વૃતિને લપડાક સમાન છે. આ અંતર્ગત વધુમાં કમલેશ મિરાણીએ જણાવેલ કે ધર્મ સ્વાતત્ર્ય   સુધારા બીલ એટલે કે લવ જેહાદ કાયદા હેઠળ લગ્નના હેતુસર કરી, કરાવેલ કે મદદગાર કરી  ધર્માન્તરણ બદલ આકરી  સજા અને દંડ કરવામાં આવશે. ધર્માન્ત્તરણ એ આગામી સમયનું રાષ્ટ્રાંતરણ છે, તેને અંકુશમાં લેવું  અત્યંત જરૂરી  હોય, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને ગુજરાત ધર્મ  સ્વાતત્ર્ય  સુધારા વિધેયક નો ઐતિહાસિક  કાયદો ઘડયો છે આ માટે શહેર  ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી , કિશોર  રાઠોડે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.