Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહી નુ માન ધરાવતા ભારતમાં લોકતાંત્રિક વ્યવસ્થા ને વધુ સુંદ્રઢ બનાવવાની પ્રક્રિયા સતત ચાલતી રહે છે, સંવિધાન ના આદેશ ઉપર ચાલતા દેશના વ્યવસ્થાતંત્ર માટે મૂળભૂત કાયદામાં સમયોચિત સુધારા અને નવી વ્યવસ્થા માટે નવા કાયદાની આવશ્યકતા માટે બંધારણમાં જ કાયદા સુધારા ની જોગવાઈ કરવામાં આવી છે,

પરિવર્તનશીલ સામાજિક અને રાજકીય વ્યવસ્થા સમય સાથે તાલ મિલાવી શકે વ્યાપક સમાજ હિત અને દેશહિત માટેમાટે કાયદાકીય સંશોધનની કવાયત સતત પણે ચાલતી રહે છે મુળભૂત કાયદાઓ માં રહેલી મર્યાદા અને નવા પરિમાણો અનુકૂળ વ્યવસ્થા ઊભી કરવા માટે સતત પણે કાયદાકીય સુધારણાને લોકતંત્રની સુદ્રઢીકરણ પ્રક્રિયા ગણી શકાય, ઓગસ્ટ 2021 સુધીમાં ભારતના બંધારણમાં કુલ 105 સુધારા કરવામાં આવ્યા છે સુધારો કરવાની પ્રક્રિયાનો પ્રારંભ 1950 થી થયો હતો,

ભારતના બંધારણમાં કુલ ત્રણ પ્રકારના સુધારા થાય છે ,જેમાં બીજા અને ત્રીજા પ્રકારના સુધારા માટે કલમ 368નો ઉપયોગ થાય છે સંસદમાં સરળ બહુમતીથી સુધારવામાં આવતા કાયદાને પ્રથમ પ્રકારનો સુધારો ગણાય છે ,બીજા તબક્કાના સુધારામાં સંસદના ગૃહોમાં વિશેષબહુમતીથી કાયદા પસાર થાય છે ત્રીજા સુધારા માટે સંસદના બંને ગૃહોમાં વિશેષ બહુમતી ઉપરાંત રાજ્યની વિધાનસભામાં પણ 50 ટકાથી વધુ સમર્થનની જરુર પડે છે સામાજિક જરૂરિયાતો ઉપરાંત ન્યાયતંત્ર ના આદેશ મુજબ વર્તમાન કાયદા માં સમયોચિત ફેરફાર કરવાની આ આવશ્યકતાને સમજીને કાયદાના સુધારાઓમાં કેટલી ઝડપ અને પારદર્શકતા રહે તેટલું લોકતાંત્રિક વ્યવસ્થાતંત્ર વધુ અસરકારક અને સંચાલન વ્યવસ્થા ચલાવવા માટે વધુ સમર્થ બની શકે કાયદાકીય સુધારા ને લોકતાંત્રિક વ્યવસ્થાની એક આદર્શ પ્રક્રિયા ગણી તેના ઘડતર અને અમલ માટે સહિયારો પ્રયાસ થવો જોઈએ વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતાં ભારત નું મૂળભૂત સુવિધા અને બંધારણ ની વ્યવસ્થા સમગ્ર દુનિયા માટે એક આદર્શ વ્યવસ્થા બની રહી છે તેમાં સતત સુધારાથી તે સર્વોત્તમ બની રહે ..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.