દ્વારકાના મૂળવાસર ગામે અભણ મહિલાની વકીલે લાખોની જમીન પચાવી પાડી

જમીન ક્લિયર કરાવવા માટે કોરા કાગળમાં વકીલે  પાવરનામું બનાવી પરિવારજનોના નામે જમીનના દસ્તાવેજ કરાવી લીધા

વકીલ વિરુદ્ધ ન્યુઝ પેપરમાં શિવરાજપુર, મકનપુરગામવાળાએ ફરિયાદ નોંધાવતા ભાંડો ફૂટ્યો

દેવભૂમિ દ્વારકા પંથકના મૂળવાસર ગામે વડીલો પાર્જિત ખેતીની જમીનના વારસદાર પુત્રીએ વારસાઈ કરાવવા અને શરત ફેર કરાવવા આપેલી જમીનનું વકીલે છળકપટથી પાવરનામું કરાવી જમીનનું બે મહિલાના નામે દસ્તાવેજ કરી કૌભાંડ આચર્યા દ્વારકા પોલીસ મંથકમાં વકીલ સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસે પ્રાપ્ત વિગતો મુજબ દ્વારકના ઓખા ગામે સાસરિયે રહેતા  અને મૂળાવસર ગામે માવતર ધરાવતા જીજીબાઇ રાણાભાઈ હાથીયા ( ઉ.વ ૫૧ )એ  દ્વારકા પોલીસ સ્ટેશનમાં દ્વારકાના વકીલ સંજીવ નટરવલાલ ચાંદલિયા, સોનલબેન અશ્વિન ચાંદલિયા, પુષ્પાબેન નટરવલાલ ચાંદલિયા સામે પોતાને વિશ્વાસમાં લઈ જમીનનું પાવરનામું તૈયાર કરી નાંખી વિશ્વાસઘાત તથા છેતરપીંડી કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી જીજીબાઈના માતાનું  ૫૦ વર્ષ પહેલાં તથા પિતાનું વીસેક વર્ષ પહેલાં અવસાન થયું હતું. સંતાનમાં જીજીબાઈ એક જ હોય અને તેઓના માતા પિતાની મુળાવાસર ગામે આવેલી ખેતીની જમીનની વારસાઈ એન્ટ્રી કરાવવા અને જૂની શરતની પ્રક્રિયા માટે દ્વારકા ખાતે રેવન્યુની કામગીરી કરતા વકીલ સંજય ચંદલિયાએ રૂ. ૧૯૦૦૦ ની ફી આપી ટાઇટલ ક્લિયર માટે કાગળો કર્યા હતા.ત્યારે  વકીલે ફરિયાદી જીજીબાઈના અંગૂઠાનું નિશાન લઈ થોડા સમયમાં જમીનનું ટાઇટલ ક્લિયર કરાવવાની બાંહેધરી આપી હતી.

ત્રણ વર્ષ સુધી અમારી જંમીનનું ટાઇટલ ક્લિયર ન થતા અમોએ વકીલોનો વારંવાર સંપર્ક કર્યો હતો.થોડા સમયમાં ટાઇટલ થઈ જશે થોડા સમય બાદ ન્યુઝ પેપરમાં સંજીવ ચાંદલિયા વિરુદ્ધ શિરાજપુર, મકનપુર ગામ વાસીઓએ ફરિયાદ કર્યાનું આવતા સામે આવેલ , અમોને આ ધ્યાને આવતા અને શંકા જતા દ્વારકા મામલતદાર કચેરી ખાતે જમીનના કાગળો કઢાવતા અમોને જાણ થયેલ કે સંજીવ ચાંદલિયાને કાગળો કરી આપેલ , અંગૂઠાનું નિશાન લીધેલ તે પાવરનામું લઈ લીધેલું.જે પાવરનામાંના આધારે વકીલ સંજીવ ચાંદલિયાએ ૧૬ -૧૧- ૨૦૦૬ ના રોજ પોતાના સંબંધી સોનલ અશ્વિન ચાંદલિયા અને તેના પુષ્પાબેન નટવરલાલ ચાંદલિયાના નામે દસ્તાવેજ કરી લીધાનું જાણવા મળતા અમોએ અંગે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત ત્રણેય સામે ફરિયાદ નોંધાવી છે

વકીલ સંજીવ નટરવલાલ ચંદલિયાએ અભણ જીજીબાઈ નામની  મહિલાને જમીન ક્લિયર કરાવી દેવાના બહાને લાખોની જમીન ઓળવી જવાનો કૌભાંડ આચર્યાનું ખુલતા પોલીસે તમામ સામે ગુનો નોંધી પી.એસ.આઈ ગજેન્દ્રસિંહ ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.