Abtak Media Google News

હાલની પરિસ્થિતિ સાથે પરિપત્ર સુસંગત નથી તે અંગે રેવન્યુ પ્રેકટીસનર્સ એસો. દ્વારા જિલ્લા કલેકટરને કરી રજુઆત

ગાંધીનગર  સુપ્રિન્ટેડન્જ્ઞ ઓફ સ્ટેમ્પ અને નોંધણીસર નીરીક્ષક દ્વારા નવું ફોર્મ-1 અમલી બનાવવા અને જુનુ ઇનપુટશીટ રદ કરવા અંગે પરીપત્ર બહાર પાડવામાં આવેલું છે. નવું ફોર્મ-1 વાસ્તવિક પરિસ્થિતિ સાથે સુ સંગત નથી તેના કારણો સાથે સરકારને ઘ્યાન ઉપર મુકવા તથા જરુરી સુધારા વધારા કરવા રેવન્યુ પ્રેકટીશનર્સ એસોસીએશન દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

નવા ફોર્મ-1 ની સાથે જે પુરાવાઓ રજુ કરવાનું ફરજીયાત જણાવેલું છે તે પુરાવાઓ રજુ કરવા કોઇપણ સંજોગોમાં વ્યવહારુ નથી અને તે અંગે જાહેરનામું બહાર પાડેલ છે જે સરકારની માર્ગદર્શક સુચનાઓની વિરુઘ્ધ છે. સરકારે મીલ્કત ખરીદ વેચાણના વ્યવહારો રજીસ્ટ્રર કરાવતા સમયે પુરાવાઓ રજુ કરવાના પરિપત્રો તા. 21-9-2010 અને તા. 6-10-2010 ના રોજ ઇસ્યુ કરેલા તે બન્ન પરિપત્રો સરકારે રદ કરેલા છે.

હાઇકોર્ટે લેટર્સ પેટન્ટ અપીલના જજમેન્ટને અનુસંધાને પરિપત્ર બહાર પાડવામાં આવેલા છે. બીજી દ્રષ્ટીએ જોવા જઇએ તો તા. 16-7-2022 ના રોજ પુરાવાઓ  ફરજીયાત રજુ કરવાનો પરિપત્ર બહાર પાડેલો છે. હાઇકોર્ટના સદરહું જજમેન્ટની વિરુઘ્ધ છે. તેથી આ પરિપત્ર કાયદાની વિરુઘ્ધ છે.

નવા ફોર્મ-1 સાથે બીયુ. સટીફીકેટ, મંજુર થયેલા બિલ્ડીંગ પ્લાન, બીનખેતી હુકમ અને બીનખેતીનો પ્લાન ફરજીયાત રજુ કરવાનું જણાવેલું છે. જે કોઇપણ સંજોગોમાં વ્યવહારુ નથી રાજકોટના જુના ગામ તળમાં જે ઇમારતો-મકાનો આવેલા છે તેનું બાંધકામ જુનુ છે જેના બી.યુ. સટીફીકેટ બીલ્ડીંગ પ્લાન છે જ નહી તેવા લોકો પોતાના દસ્તાવેજોની નોંધણી જ કરાવી શકે નહી જે કુદરતી ન્યાયના સિઘ્ધાંતો વિરુઘ્ધ છે. ઉપરોકત પુરાવાઓ રજુ કરવાના નવા ફોર્મ-1 થી અવરોધાય છે જે કાયદા વિરુઘ્ધ છે તેથી પણ સદરહું નવું ફોર્મ-1 રદ કરાવવા અથવા તેમાં ફેરફાર કરાવવા ભલામણ કરવા વિનંતી કરવામાં આવે છે.

સરકારે તેમના તા. 28/6/2022 થી બહાર પાડેલી સુચનાઓ અનુસાર જયારે કોઇપણ દસ્તાવેજ જંત્રીમાં નકકી થયેલી બજાર કિંમત કરતા ઓછો હોય ત્યારે તે વેચાણ દસ્તાવેજ સ્વીકારવો નહી આ પરિપત્ર ભારતીય નોંધણી અધિનિયમની જોગવાઇઓ વિરુઘ્ધ છે. કાયદામાં કોઇપણ દસ્તાવેજ જયારે સબ રજીસ્ટ્રાર સમક્ષ રજુ થાય ત્યારે તેને કોઇપણ કારણસર રીફયુઝ કરવાની સતા કે અધિકાર નથી એટલું જ નહી પરંતુ આ સિઘ્ધાંત હાોઇકોર્ટે આપેલ જજમેન્ટ વિરુઘ્ધનું છે તેથી આ પરીપત્ર પણ રદ કરવા વિનંતી કરવામાં આવી છે.

નવા ફોર્મ-1 સાથે જે દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવાની સુચનાઓ આપેલી છે તે પુરાવા રજુ કરવા શકય ન હોય તેથી સરકાર ને સ્ટેમ્પ ડયુટી તથા રજીસ્ટ્રેશન ફી ની જે જંગી આવક થાયફ છે તેમાં પણ સરકારન નુકશાન થાય તેમ છે તેથી સુચના રદ કરવાની માંગ સાથે રેવન્યુ પ્રેકટીશનર એસોસીએશન દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે.

આ તકે પ્રમુખ દિલીપભાઇ મીઠાણી, ઉપપ્રમુખ એન.જે. પટેલ, બાર એસો.ના પ્રમુખ અર્જુનભાઇ પટેલ, એમ.એ.સી.પી. ના પ્રમુખ અજયભાઇ જોશી, દિલેશભાઇ શાહ, હિતેશભાઇ સહીતના સીનીયર જુનીયર વકીલો ઉ5સ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.