ગોંડલમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર  ફરારબંધુેને એલસીબી  ઝડપી લીધા

રાજકોટની મોટી ટાંકી ચોક પાસેથી ઝડપી લઇ પાસા  હેઠળ સુરત અને અમદાવાદ જેલ હવાલે ધકેલાયા

અબતક,જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ

ગોંડલ શહેરની હરભોલે સોસાયટીમાં રહેતા આરોપી બંધુઓએ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ હોય અને એક વર્ષથી નાસતા ફરતા હોય એલસીબી પોલીસે રાજકોટ ની મોટી ટાંકી ચોકડી પાસેથી ઝડપી લઇ પાસા એક્ટ હેઠળ એકને સુરત બીજાને અમદાવાદ જેલ હવાલે કર્યા હતા.

બન્ને ભાઈઓ સાતીર માઇન્ડ ધરાવતા હોય છેલ્લા એક વર્ષ થી પોલીસ ને ચકમો આપી નાશતા ફરતા હતા.” ડોન કો પકડના ના મુમકીન હૈ”ની માફક અનેક પોલીસ એજન્સીઓ બન્ને ની તલાશ મા હતી.દરમ્યાન જાંબાઝ રૂરલ ક્રાઈમ બ્રાંચ ની ટીમે બન્ને ને દબોચી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરની હરભોલે સોસાયટીમાં રહેતા અજય રામજીભાઈ ચિત્રોડા અને તેનો ભાઈ વિનોદ દ્વારા સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોય જે અંગે શાભ કલમ 363 366 376 અને પોકસો હેઠળ ગુનો નોંધાયો હોય છુમંતર બની ગયા હતા. દરમિયાન એલસીબી પીઆઇ ગોહિલ પીએસઆઇ રાણા એએસઆઇ મહેશભાઈ જાની, અમિત સિંહ જાડેજા, મહિપાલ સિંહ જાડેજા અનિલભાઈ ગુજરાતી, બાળ કૃષ્ણ ભાઈ ત્રિવેદી પ્રહલાદ સિંહ રાઠોડ રૂપક ભાઈ બોહરા અને ભાવેશભાઈ મકવાણા સહિતનાઓએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હોય ઉપરોક્ત બંને આરોપીઓને રાજકોટ મોટી ટાકી ચોક પાસેથી પકડી લઈશ કાર્યવાહી હાથ ધરી હતી તેમજ રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ દરખાસ્ત મુકાઇ હોય જેને કલેકટર દ્વારા મંજૂરી અપાતા એક ને સુરત અને બીજાને અમદાવાદ જેલ હવાલે કરવામાં આવ્યો હતો