Abtak Media Google News

જીનીયસ ગ્રુપ આયોજિત વકતવ્યમાં જાણીતા વકતા શૈલેષભાઈ સગપરીયા માર્ગદર્શન આપશે: દર્શકો મુંઝવતા પ્રશ્ર્નો કોમેન્ટ બોકસ મારફત પુછી શકશે

રાજકોટની જાણીતી જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ તેના સામાજીક ઉતરદાયીત્વના ભાગ રુપે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ઉપરાંત સમાજમાં ઉદભવતા પ્રશ્નોને યોગ્ય વાચા આપી, તેના નિરાકરણ માટે પણ પ્રયત્નશિલ રહે છે.  હાલમાં કોરોના વાયરસની મહામારીને પગલે રાજય તથા કેન્દ્ર સરકાર દ્વારા લોકો અને સમાજની ભલાઇ માટે લોક્ડાઉન જેવા કડક પગલાનો અમલ કરી રહી છે, ત્યારે લોકોને સતત ઘરમાં રહી પળે-પળે બદલાતી જતી પરિસ્થીતીઓમાં અનૂકૂલન સાધવા, જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા જાણીતા વકતા શૈલેષભાઇ સગપરિયાનું લોક ડાઉન પછીનું જીવન વિષય આધારિત ફેઈસબૂક લાઈવનું આયોજન આગામી ૧૨ એપ્રિલને રવિવારના રોજ જીનિયસ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ (https://www. facebook.com/Genius EnglishMediumSchool/posts/694691651071987) અને જય ઈન્ટરનેશનલ સ્કૂલ (https://www.facebook.com/jayinternationalschool/posts/2812759665497555)ના ફેઇસબૂક પેઇજ પરથી સવારે ૧૦-૩૦ કલાકે લાઇવ કરવામાં આવશે. આ ઓનલાઇન વક્તવ્યમાં દરેક વ્યક્તિ તેના ઘરમાંથી જ કોમ્પયુટર કે મોબાઇલના માધ્યમથી ફેઈસબૂક લાઈવમાં જોડાય, આ માર્ગદર્શક વકતવ્યનો નિ:શુલ્ક લાભ ઉઠાવી શકશે. આજના સમયમાં લોકોને લોકડાઉન દરમિયાન ઘરમાં જ રહી તેમના વ્યસ્ત જીવનમાંથી એકાએક જાણે સમાજજીવનથી અલીપ્ત કરી દેવામાં આવ્યા છે, જે આ મહામારીને અટકાવામાં માટે અતિ આવશ્યક અને જરુરી પગલું છે. આ પરિસ્થીતીમાં રાજકોટની સ્પીપા સંસ્થાના ડેપ્યુટી ડાયરેકટર અને જાણીતા વકતા શૈલેષભાઇ સગપરીયા દ્વારા બદલાતી પરિસ્થીતીઓમાં લોકડાઉન બાદનું જીવન કેવું હશે અને આપણે કેવી રીતે વર્તવુ તે અંગે ખુબ અગત્યનું માર્ગદર્શન તેઓ આપશે. આયોજકો દ્વારા લાઈવ નિહાળનાર દર્શકોને આ વિષય અંગે મુંઝવતા પ્રશ્નો તૈયાર રાખવા અને લાઈવ સેશન દરમિયાન કોમેન્ટ બોક્સ મારફત સવાલો પુછવા અનુરોધ કરાયો છે. સેશન પુર્ણ થયા બાદ દરેક પ્રશ્નોના નિરાકરણ સુચવવામાં આવશે. સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતા દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્રના સૌ નાગરીકોને આ નિ:શુલ્ક ફેઈસબૂક લાઈવ વક્તવ્યમાં જોડાવા અને તેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

આ ફેઈસબૂક લાઈવના સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતા, સીઇઓ ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં જીનિયસ સ્કૂલના સેકશન હેડ શ્રીકાંત તન્ના, કાજલ શુકલ, હિના દોશી, તેમજ જય ઇન્ટરનેશનલ સ્કૂલના સેકશન હેડ વિપુલ ઘન્વા, અને પ્રજ્ઞાબેન દવે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.