Abtak Media Google News

થોડા સમયથી આત્મહત્યાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને યુવાઓમાં આત્મહત્યાના કરવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. લોકો નજીવી બાબતે ખોટું લાગી જતા પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે જ્યાં વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે.

મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના વરાછા વિસ્તારની છે જ્યાં ધોરણ ૮માં ભણતી વિદ્યાર્થીનીને પિતા દ્વારા ઠપકો આપતા પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પિતાએ સ્કુલેથી મોડા આવતા ઠપકો આપ્યો હતો ત્યારે માઠું લાગી જતા વિદ્યાર્થીનીએ ઝેર પીને જીવન આપઘાત કરી લીધો હતો.

શું એક પિતાને એટલો પણ અધિકાર ન હોય કે પોતાની દીકરીને મોડા આવતા ઠપકો પણ ન આપી શકે ?? શું દીકરીને પિતાના ઠપકાની દીકરી પર ગંભીર અસર પડી હશે કે તેણીએ ઝેર પીને જીવનનો જ અંત લાવી દીધો ?? પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

સુરતમાં વધુ એક આત્મહત્યા

સુરતના સચિન જીઆઇડીસીના ખુલ્લા મેદાનમાં આજે વહેલી સવારે ઝાડ પર લટકતી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાંસો ખાધેલી હાલતમાં આ યુવક ઝાડ પર લટકતો હોવાનું જણાય આવતા સ્થાનિક રાહદારીઓએ પોલીસને જાણ કારી હતી. પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.