- મહિધરપુરા વિસ્તારમાં ભરત નિવાસ બિલ્ડિંગ ખાતે પોલીસની રેડ
- સ્પાની આડમાં દેહવેપાર ચાલતો હોવાથી સ્પાના સંચાલક અને સ્પાના એક ગ્રાહકને ઝડપ્યા
- પોલીસે સ્પાની આડમાંથી 3 મહિલાને કરાવી મુક્ત
- સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કર્યો અને તેના પર કાનૂની કાર્યવાહી હાથ ધરી
સુરતમાં સ્પાની આડમાં અલગ અલગ જગ્યાએ કૂટણખાનાઓ ચાલી રહ્યાં છે. તેમજ તંત્ર દ્વારા હાલતા ને ચાલતા કૂટણખાનાઓ પકડવામાં આવતા હોય છે. ત્યારે વધુ એક કૂટણખાનું મહિધરપુરા વિસ્તારમાંથી પકડાયું છે. બરાનપુરી શાકમાર્કેટ નજીક એક બિલ્ડીંગમાં સ્પાની આડમાં દેહ વેપાર ચાલી રહ્યો હતો. જે અંગેની ચોક્કસ બાતમીના આધારે મહિધરપુરા પોલીસ દ્વારા દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી હતી. સ્પામાંથી 3 લલનાઓ એક સ્પાનો સંચાલક અને એક ગ્રાહકને ઝડપી લેવામાં આવ્યો હતો.
સુરતમાં મહિધરપુરા વિસ્તારમાં ભરત નિવાસ બિલ્ડિંગ ખાતે ચાલતા એક સ્પામાં દેહવેપાર ચાલી રહ્યો હોવાની બાતમી મળતા મહિધરપુરા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં સ્પાના નામ હેઠળ મહિલાઓ પાસેથી દેહવેપારનો ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન સ્પાના સંચાલક પરિતોષ પરીમલ મંડલ અને સ્પાના એક ગ્રાહક સંકેત રામ ઘાટવાલને ઝડપી પાડ્યા હતા. અને 3 મહિલાને મુક્ત કરવામાં આવી હતી. પોલીસે દરોડા દરમિયાન 48,610નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ પોલીસે સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેના પર કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરમાં દેહવેપારના ગેરકાયદેસર ધંધાને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. એ સંદર્ભે, મહિધરપુરા વિસ્તારમાં બરાનપુરી, શાકભાજી માર્કેટ નજીક ભરત નિવાસ બિલ્ડિંગ ખાતે ચાલતા એક સ્પામાં દેહવેપાર ચાલી રહ્યો હોવાની બાતમી મળતા મહિધરપુરા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
બાતમીના આધારે પોલીસની રેડ મહિધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર યુ. જે. જોષીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને મહિલા પોલીસની ટૂકડીએ સ્થળ પર દરોડો પાડ્યો હતો. બાતમી મળી હતી કે, અહીં સ્પાના નામ હેઠળ મહિલાઓ પાસેથી દેહવેપારનો ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવી રહ્યો છે, જ્યાં ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ તેમને શરીરસુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવતી હતી. સંચાલક અને ગ્રાહક ઝડપાયા પોલીસે રેડ દરમિયાન સ્પાના સંચાલક પરિતોષ પરીમલ મંડલ (ઉં.વ. 27, મૂળ પશ્વિમ બંગાળ) અને સ્પાના એક ગ્રાહક સંકેત રામ ઘાટવાલ (ઉં.વ. 30, મૂળ મહારાષ્ટ્ર)ને ઝડપી પાડ્યા હતા.
દેહવેપારમાં સામેલ મહિલાઓને મુક્ત કરાઈ સ્પામાં દેહવેપાર માટે રાખવામાં આવેલી કુલ 3 મહિલાને મુક્ત કરવામાં આવી છે. આ મહિલાઓને આર્થિક નફાની લાલચમાં ફસાવી દેહવ્યાપારમાં ઉતારી દેવામાં આવતી હતી.
48,610નો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે દરોડા દરમિયાન 48,610નો મુદ્દામાલ કબજે કર્યા છે, જેમાં રોકડ રકમ, મોબાઈલ અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે. પોલીસે સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેના પર કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. મહિધરપુરા પોલીસ સ્ટેશન દ્વારા જણાવ્યું હતું કે, શહેરમાં આવા ગેરકાયદેસર ધંધા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈને આ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે જાણકારી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવે છે
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય