Abtak Media Google News

સુરેન્દ્રનગર શહેરમાં આત્મહત્યાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ફરીવાર એકવાર એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યારે ચર્ચાતી વિગતો અનુસાર યુવતી અને યુવાનને પ્રેમ પ્રકરણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના જોરાવનગર વિસ્તારમાં આવેલ શિવધારા સોસાયટી વિસ્તારમાં ખાનગી ટ્યુશન કલાસ ચલાવતા ટ્યૂશન કલાસના સંચાલક અને ટ્યુશન ના ક્લાસ કરાવવા આવતી યુવતી બંનેને પ્રેમ પ્રકરણ ઘટનામાં ટ્યુશન ક્લાસમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેવા ઘટના સામે આવી છે.

અમને સમાજ નહીં સ્વીકારે, પણ એકા બીજા વગર રહી પણ નહીં શકીએ- ટ્યુશન સંચાલક અને વિદ્યાર્થીનીએ ક્લાસમાં જ કર્યો આપઘાત

અત્યારે હાલમાં પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી રહી છે અને આ સોસાયટી વિસ્તારમાં આ ઘટનાની જાણકારી મળતા તાત્કાલિક અસરે પોલીસ તંત્ર પહોંચ્યું છે ત્યારે હાલમાં જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના જોરાવર નગર વિસ્તારમાં આવેલી શિવધારા સોસાયટીમાં ટ્યુશન કલાસ ચલાવતા અને જોરાવર નગરના રતનપર વિસ્તારમાં રહેતા સોમનાથ ચોક કૃષ્ણનગર 3 મંગલમ પાર્ક ની પાસે રહેતી યુવતી અને ટ્યુશન ક્લાસ સંચાલન કરતા યુવાને હાલમાં ગળેફાંસો ખાઈ અને આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે જ્યારે હજુ પોલીસ તપાસ આગળ ચલાવી રહી છે ત્યારે નામ હજુ જાણવા મળ્યું નથી આગળની તપાસ ચાલુ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.