દેશી ભઠ્ઠીથી શરૂ થયેલા રાજકોટના મશીન ઉદ્યોગનો હવે દુનિયામાં ‘દબદબો’

દેશની 350થી વધુ કંપનીઓ રાજકોટના આંગણે

  • અમદાવાદના કે.એમ.જી. બીઝનેસ અને મશીન ટુલ્સ મેન્યુ.એસો. સાથે હાથ મીલાવી રાજકોટમાં આઠમો મશીન ટુલ્સ શો
  • એન.એસ.આઇ.સી ગ્રાઉન્ડ ખાતે એક્ઝિબીશનનો 45 હજારથી વધારે મુલાકાતીઓ લેશે લાભ

વિશ્ર્વ આખું જ્યારે ‘મેક ઇન ઇન્ડીયા’ અને ‘મેડ ઇન ઇન્ડીયા’ના રંગે રંગાયું છે ત્યારે દુનીયાના દરેક દેશ ભારત તરફ એક અનોખી આશાની નજરથી જુએ છે. તેવા સમયમાં રાજકોટના ગજઈંઈ ગ્રાઉન્ડ ખાતે તારીખ 21 થી 24 સપ્ટેમ્બર, 2022 દરમ્યાન 8મો રાજકોટ મશીન ટુલ્સ શોનું 21 થી 24 સપ્ટેમ્બર સવારે 10:00થી સાંજના 6:00 વાગ્યા સુધી ગજઈંઈ ગ્રાઉન્ડ, આજી જી.આઇ.ડી.સી. રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં મેટલ કટીંગ, ફોર્મિંગ, ઓટોમેશન, ફોર્જીંગ અને ફાઉન્ડ્રી જેવા અનેક વિભાગોનું પ્રદર્શન લોકાર્પણનું કેન્દ્ર બને છે. સતત 17 વર્ષથી રાજકોટ મશીન ટુલ્સ શો ઉદ્યોગ જગતમાં અનોખું સ્થાન ધરાવે છે જેને લોકોનો અપ્રતિમ પ્રતિસાદ મળતો રહ્યો છે. આ તકે સહર્ષ જણાવતા આનંદ થાય છે કે 8મો રાજકોટ મશિન ટુલ્સ શો-2022 એક્ઝીબીશનનું ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું ત્રીજા નંબરનું મોટુ એક્ઝીબીશન તથા ઓપન ગ્રાઉન્ડમાં સૌથી મોટું એક્ઝીબીશન છે.

ભારતીય અને વૈશ્ર્વિક કંપનીઓ માટે રાજકોટ મશીન ટુલ્સ શો એક એવું પ્લેટફોર્મ બની રહે છે જ્યાં ઔદ્યોગિક વિકાસની સાથે સાથે વ્યાવસાયિક વિસ્તાર વધારવા માટે અગણિત તકો મળી રહે છે. ગજઈંઈ ગ્રાઉન્ડ જેવા વિશાળ વિસ્તારમાં વિસ્તૃત રાજકોટ મશીન ટુલ્સ શો-2022 આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે અમુલ્ય અવસર બનશે.

આ પ્રદર્શન કુલ 50,000 ચો.મી. એરીયામાં થનાર હોય જેમાં ભારત તથા યુ.એસ.એ., જર્મની, નેધરલેન્ડ, સ્વીઝરલેન્ડ, સાઉથ આફ્રીકા, યુ.કે., તુર્કી, સ્પેન, તાઇવાન, ચાઇના, જાપાન, કોરીયા, ઇટાલી, યુ.એ.ઇ., થાઇલેન્ડ અને સિંગાપોર જેવા અલગ-અલગ દેશોની 350થી વધુ કંપની આ પ્રદર્શનમાં ભાગ લઇ રહેલ છે. આ પ્રદર્શનની મુલાકાતે અંદાજે 45000થી વધારે મુલાકાતીઓ આવે તેવી અપેક્ષા છે. વિશ્ર્વ સ્તરીય વ્યાપાર કરવા માટે અને ખૂબ જ તેજીથી બદલાતી તેમજ અત્યંત આધુનિક ટેકનોલોજી અને પ્રોડક્ટસને જાણવા અને માણવાની સુવર્ણ તક આ 8મો રાજકોટ મશીન ટુલ્સ શો-2022માં આપ સૌને આવકારવા તત્પર છે.

અમદાવાદ અને મશીન ટુલ્સ મેન્યુફેક્ચર એશો. રાજકોટના સંયુક્ત ઉપક્રમે વર્ષ 2006થી રાજકોટ મશીન ટુલ્સ શોની શુભ શરૂઆત થઇ, જેને અનન્ય પ્રતિસાદ મળતો ગયો અને રાજકોટ મશીન ટુલ્સ શો ઔદ્યોગીક ક્ષેત્ર માટે આકર્ષણનું સ્થાન બન્યું. મશીન ટુલ્સ મેન્યુફેક્ચર્સ એસોસિએશન રાજકોટ એક એવું સંગઠન છે જે મશીન ટુલ્સ ઉત્પાદક કંપનીના વિકાસની ચિંતા તેમજ ચિંતન કરે છે. કેએમજી કંપની વ્યાપાર ટેકનોલોજીના પ્રદર્શનમાં પોતાનું અગ્રગણ્ય સ્થાન ધરાવે છે, જે વ્યાપારને વેગવંતો બનાવી સશક્ત અને સમૃધ્ધ બનાવે છે. કેએમજી કં5ની આપના વ્યવસાયને અનુરૂપ કસ્ટમર્સ સુધી આપની કંપનીને પહોંચાડવા માટે પ્લેટફોર્મ તો પુરૂ પાડે જ છે પણ સાથે સાથે તમારા વ્યાપારને વધારવા માટે યોગ્ય માર્ગદર્શન આપી આયોજનમાં પણ મદદરૂપ બને છે.

રાજકોટનું તેજીથી વિકાસ તરફ અગ્રેસર ભારતના વિકાસમાં રાજકોટ શહેરનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. તેવા સમયે 8મો રાજકોટ મશીન ટુલ્સ શો-2022 આપના એન્જીનીયરીંગ ઉદ્યોગના ઉત્પાદનોનો વિસ્તાર તેમજ આપના મશીન ટુલ્સને પ્રદર્શિત કરી નેટવર્કીંગ કરવા માટે એક ખૂબ જ આકર્ષક વિકલ્પ છે.

હાલ ભારતનો સૌથી મોટો અને વૈવિદ્યપૂર્ણ મશીન ટુલ્સ શો એટલે રાજકોટ મશીન ટુલ્સ-2022 જેનો હેતું આપના ઉત્પાદનોને વિશ્ર્વ સમક્ષ પ્રસ્તુત કરી આપને વ્યવસાયિક સમૃધ્ધિ આપવાનો અને આપના એન્જીનીયરીંગ ઉદ્યોગના આયોજન બધ્ધ વ્યવસાય થકી આપને વિકસિત કરવાનો છે.

આ સમગ્ર એક્ઝીબીશન માટે મશીન ટુલ્સ મેન્યુફેક્ચર એસોસિએશન રાજકોટના હોદ્ેદારો યોગીનભાઇ છનીયારા (પ્રમુખ), હરેશભાઇ પટેલ (ઉપપ્રમુખ), તેજસ દુદકીયા (સેક્રેટરી) દેવલભાઇ ઘોરેચા (જો.સેક્રેટરી), કનકસિંહ ગોહીલ (ખજાનચી) તથા એસોસિએશનના ડાયરેક્ટરો સચીનભાઇ નગેવાડીયા, બ્રીજેશભાઇ સાપરીયા, કરણભાઇ પરમાર, પીયુષભાઇ ડોડીયા, અશ્ર્વિનભાઇ કવા, કેતનભાઇ ગજેરા, બીપીનભાઇ સિધ્ધપુરા, ઘનશ્યામભાઇ પરમાર, હરેશભાઇ ડોડીયા, અને કેએમજી બિઝનેશ ટેકનોલોજી-અમદાવાદના કમલેશભાઇ ગોહીલ, અમીતભાઇ મિસ્ત્રી તથા તેમની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.

ઓપન ગ્રાઉન્ડમાં પ્રથમવાર એક્ઝિબિશન: તેજસ દુદકીયા

ભારતનું ત્રીજા નંબરનું મોટુ એક્ઝીબીશન તથા ઓપન ગ્રાઉન્ડમાં સૌથી મોટુ એક્ઝીબીશન છે. જેમાં દોઢ મહિના પહેલા હોલ બુક થઇ ગયા હતા.

150થી વધારે કંપની સૌરાષ્ટ્રની છે: અમિત મિસ્ત્રી

કેએમજી કંપની અમિતભાઇ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભારતીય અને વૈશ્ર્વિક કંપનીઓ માટે રાજકોટ મશીન ટુલ્સ એક એવું પ્લેટફોર્મ બની રહે છે. જ્યાં ઔદ્યોગીક વિકાસની સાથે સાથે વ્યવસાયિક વિસ્તાર વધારવા માટે અગણિત તકો મળી રહે છે. એક્ઝીબીશનમાં સૌરાષ્ટ્રની જનતા સારો બહોળો પ્રતિસાદ મળે છે. એક્ઝીબીશન 350 થી વધુ કંપની આ પ્રદર્શનમાં ભાગ લઇ રહેલ છે. 25થી વધારે કંપની હજી વેઇટીંગમાં છે. જેમનો આવનાર એક્ઝીબીશનમાં ચાન્સ આપવામાં આવશે.  આ એક્ઝીબીશનમાં 150થી વધારે કંપની સૌરાષ્ટ્રની છે તેમજ 125 કંપની મહારાષ્ટ્ર, લુધીયાણા અને પંજાબમાં ભાગ લઇ રહ્યા છે.

અદ્યતન મશીનરીનો ખજાનો

રાજકોટ મશીન ટુલ્સ શોમાં જુદાજુદા મશીનો જેવા લેથ મશીન, સી.એન.સી. મશીન, વી.એમ.સી. મશીન, પાવર પ્રેસ, હાયડ્રોલીક પ્રેસ, પ્રેસ બ્રેક, મીલીંગ મશીન, શેરીંગ મશીન, સ્લોટીંગ મશીન, વેલ્ડિંગ મશીન, પ્લેટ બેન્ડીગ મશીન, પ્લાનીંગ મશીન, ધ્રીલ મશીન, ગ્રાઇન્ડીગ મશીન, હેક્સો મશીન, વાયર પ્રોડક્ટ મશીન, વુડ વર્કિંગ મશીન તથા સ્પેશીયલ પરપઝ મશીન વગેરે જોવા મળશે.

રાજકોટને ઓટો મોબાઇલ હબની સાથે કોન્વેન્શન સેન્ટર પણ મળવું જોઈએ: યોગીન છનિયારા

રાજકોટ ખાતે એન્જિનિયરિંગ મેન્યુફેક્ચર એસો અને કેમ જી ના સંયુક્ત ઉપક્રમે ચાર દિવસ એન્જિનિયરિંગ એક્સપો ને આ વર્ષે પણ ધારણા મુજબ ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, યોગેશભાઈ જણાવ્યું હતું કે રાજકોટનું મશીન ટૂલ્સ ક્ષેત્રે દાયકાઓથી નામ છે અહીં ની વસ્તુઓ વિશ્વમાં ડિમાન્ડેબલ છે જર્મન જાપાન જેવા ઔદ્યોગિક ઉત્પાદક દેશો સાથે રાજકોટનું મશીન ટૂલ્સ ઉત્પાદન બરાબરની ટક્કર લે છે અને ગુણવત્તામાં વૈશ્વિક મંચ પર ભારે ડિમાન્ડ ઉભી કરવામાં રાજકોટ સફળ થયું છે એક્ઝિબિશનમાં મોટાભાગે ક્ધવેન્શન સેન્ટર અને મોટા આયોજનોમાં જ વિશ્વની મલ્ટી નેશનલ કંપનીઓ પોતાના ઇન્સ્ટોલ ઉભા રાખે છે પરંતુ રાજકોટમાં એવું નથી અહીં સ્થાનિક ધોરણે યોજાતા એક્સપોમાં પણ વિદેશી કંપનીઓ માર્કેટીંગ માટે ઇન્સ્ટોલ નાખે છે એ જ રાજકોટની સફળતા દર્શાવે છે અહીંના ઉદ્યોગપતિઓએ રાજકોટમાં ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ હબ આપવાની માંગણી કરી જ છે સાથે ક્ધવેન્શન સેન્ટર પણ મળવું જોઈએ મશીન ટૂલ્સ એન્જિનિયરિંગ હબ ના કારણે રાજકોટનો ઉદ્યોગ વધુ વિસ્તાર પામી શકે જો બધી જ વસ્તુઓ અને સરકારનું પ્રોત્સાહન રાજકોટમાં ઉપલબ્ધ થાય તો મેન્યુફેક્ચરિંગ કોસ્ટ નીચી આવે અને આંતરરાષ્ટ્રીય બજારમાં રાજકોટના માલ ની ડિમાન્ડ વધે એસોસિયેશન અને અન્ય તમામ સંસ્થાઓએ રાજકોટમાં એન્જિનિયરિંગ હબ અને કોન્વેન્શન સેન્ટર મળે તે માટે સરકારમાં માંગ કરી છે આ જરૂરિયાતો જલ્દી પૂરી થાય તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. અત્યાર સુધી મશીનરીમાં ચીનની સસ્તી મશીનરી નો દબદબો હતો પરંતુ કોરોના મહામારીએ પરિસ્થિતિ ફેરવી નાખી છે ચીનમાં ઉત્પાદનના ઘટાડાની સાથે સાથે રાજકોટમાં ગુણવત્તા સાથે મશીનરી નું માર્કેટ ઉભું થતા ચીન સામે રાજકોટની મશીનરીની માંગ વધી છે અને રાજકોટને આ બદલાવથી 30 થી 35% નો ધંધો વધારવામાં સફળતા મેળવી છે જો હજુ અનુકૂળતા આવે તો આ ટકાવારી 50 થી 70% સુધી પહોંચે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી