Abtak Media Google News

છેલ્લા 24 કલાકમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં 8 ભૂકંપના આંચકા આવતા ફફડાટ

26 જાન્યુઆરી 2001માં સૌરાષ્ટ્ર-કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપની 21મી વરસી નજીક આવી રહી છે ત્યારે ભૂકંપની વરસી નજીક આવતા ફરી આંચકાનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં 8 ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે.

સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, ગઈકાલે સવારે 11:58 કલાકે કચ્છના રાપરથી 18 કિમિ દૂર 2ની તીવ્રતાના આચકાનું કેન્દ્રબિંદુ નૉર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઉંડાઇ 8 કિમિની હતી. ત્યારબાદ બપોરે 2:29 કલાકે રાપરથી 17 કિમિ દૂર 2.8ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઉંડાઇ 3.6 કિમીની હતી. ત્યારબાદ રાતે 9:22 કલાકે કચ્છના ભચાઉથી 13 કિમિ દૂર 1.6ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઉંડાઇ 16.5 કિમિની હતી.

ત્યારબાદ રાતે 11:11 વાગ્યે રાજકોટથી 21 કિમિ દૂર 2.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઉંડાઇ 6.1 કિમિની હતી. મોડી રાતે 2:46 કલાકે કચ્છના ખાવડાથી 36 કિમિ દૂર 1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઉંડાઇ 18.5 કિમિની હતી. આજે વહેલી સવારે 4:13 કલાકે અમરેલીથી 44 કિમિ દૂર 1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઉંડાઇ 12.8 કિમિની હતી.

સવારે 4:16 કલાકે કચ્છના દુધઈથી 14 કિમિ દૂર 1.5ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબીદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઉંડાઇ 15.6 કિમીની હતી. આજે વહેલી સવારે 5:43 કલાકે દુધઈથી 20 કિમિ દૂર 3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઉંડાઇ 14.1 કિમિની હતી.

વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. જો કે છેલ્લા 24 કલાકમાં આવેલા આંચકાથી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.