મોરબીના મહેશ્વરી પરિવારને નડયો અકસ્માત, એક જ પરિવારના ત્રણના મોત

મોરબીનો મહેશ્વરી પરિવાર ધાર્મિક કામ બાબતે રાજસ્થાન જતો હોય દરમિયાન કચ્છના ગોગાદર ધાણીથર વચ્ચે અકસ્માત નડ્યો હોય જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થતા પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ મોરબીની મહેશ્વરી પરિવાર સ્વીફ્ટ કાર જીજે ૧૨ એ કે ૧૭૬૩માં ધાર્મિક કામ અર્થે રાજસ્થાન જતો હોય દરમિયાન વહેલી સવારે ગાગોદર ધાણીથર હાઇવે રોડ પર આવેલા હાઇવે પર કારને અકસ્માત નડ્યો હતો જેમાં ઉભેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં મોરબી કેમિસ્ટ એસો.ના પ્રમુખ કિરણભાઈ મહેશ્વરીના મોટાભાઈ લજપતભાઈ મોતીરામ મહેશ્વરી અને જયંતિભાઈ મોતીરામ મહેશ્વરી (મહેશ્વરી મેડી.  જનરલ સ્ટોર્સ) નું મૃત્યુ નીપજ્યું હતું.તો જયંતીભાઈના પત્ની રેખાબેનએ ગંભીર ઈજાઓ પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ટુકી સારવાર દરમિયાન તેણીનું પણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતમા બે ભાઈઓ અને ભાભીના મોત થતાં મહેશ્વરી સમાજમા શોકની લાગણી ફેલાઈ છે. ધટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.