Abtak Media Google News

મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેવાડાના માનવીને આરોગ્ય સેવા પૂરી પડવાના ઉદેશથી જરૂરતમંદ શહેરીજનો માટે મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિ તેમજ જૈન સમાજ  દ્વારા તા.૧૫/૧૨/ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે જૈન દેરાસર, ચૌધરી હાઇસ્કુલ સામે, કસ્તુરબા રોડ, રાજકોટ ખાતે માં વાત્સલ્ય કેમ્પ નું આયોજન કરાયુ છે. આ કેમ્પનું ઉદઘાટન ધનસુખભાઈ ભંડેરી ચેરમેન ગુજરાત મ્યુની.ફાયનાન્સ બોર્ડ દ્વારા દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવવામાં આવશે. તેમજ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે બીનાબેન આચાર્ય મેયર ઉપસ્થિત રહેશે.

આ અંગે આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર દ્વારા વધુમાં જણાવવામાં આવેલ છે કે સરકારશ્રીના નિયમનુસાર વાર્ષિક કૌટુંબિક આવક રૂા. ૪.૦૦ લાખ સુધીની આવક ધરાવતા કુટુંબોને માં વાત્સલ્ય કાઢી આપવામાં આવે છે. મા વાત્સલ્ય યોજના હેઠળ હૃદય ના ગંભીર રોગો, કિડનીના ગંભીર રોગો, મગજના  ગંભીર રોગો, અકસ્માત ના કારણે થયેલ ગંભીર ઇજાઓ, નવજાત શિશુઓના ગંભીર રોગો, કેન્સર, ઘૂંટણ અને થાપાના રીપ્લેસમેન્ટ તેમજ કીડની ટ્રાન્સપ્લાન્ટેશન, લીવર ટ્રાન્સપ્લાન્ટેશન અને પેન્ક્રીયાઝ ટ્રાન્સપ્લાન્ટેશન જેવી બીમારીઓ તથા દાઝી ગયેલ ની બીમારી ની કુલ ૬૯૮ જેટલી પ્રોસીજર માટે ઉતમ પ્રકારની વિનામુલ્યે સારવાર આપવામાં આવે છે. માં વાત્સલ્ય યોજના હેઠળ રાજકોટ શહેરની પ્રાઈવેટ હોસ્પિટલ તેમજ સરકારી હોસ્પિટલ એમ કુલ ૪૦ હોસ્પિટલમાં વિનામુલ્યે સારવાર આપવામાં આવે છે.

આ કેમ્પમાં ઉપસ્થિતિ તરીકે મોહનભાઈ કુંડારિયા સંસદસભ્ય, કમલેશભાઈ મીરાણી-પ્રમુખ, રાજકોટ શહેર ભા.જ.પ., નીતિનભાઈ ભારદ્વાજ-પ્રદેશ ભાજપ અગ્રણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા,  ભાનુબેન બાબરીયા-રાષ્ટ્રીય મંત્રી, અનુસુચિત જાતિ મોરચો, અંજલીબેન રૂપાણી-પ્રભારી, શહેર ભા.જ.પ. મહિલા મોરચો, ભીખાભાઈ વસોયા, અશ્વિનભાઈ મોલીયા – ડે. મેયર, દલસુખભાઈ જાગાણી, અજયભાઈ પરમાર, જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, મોહનભાઈ વાડોલીયા,  મનીષભાઈ રાડીયા, દર્શીતાબેન શાહ, સોફીયાબેન દલ, નરેન્દ્રસિંહ ઠાકુર, અતુલભાઈ પંડિત, દશરથભાઈ વાળા, ભાવેશભાઈ ટોયટા તેમજ આ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે જૈન અગ્રણીઓ જીતુભાઈ દેસાઈ, સતીશભાઈ જૈન, પંકજભાઈ કોઠારી, અરૂણભાઈ દોશી,  દિલીપભાઈ પારેખ  સહિતનાઓ ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.