- કાપડ છેતરપિંડી કેસમાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો મુખ્ય આરોપી ઝડપાયો
- રીંકુ ઉર્ફે રોનકને પોલીસે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો
- ઓળખને છુપાવવા અલગ-અલગ શહેરોમાં અલગ અલગ નામ ધારણ કરીને વ્યવસાયો કરતો
સુરત શહેરના ચોકબજાર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં નોંધાયેલ કાપડ છેતરપિંડી કેસમાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો મુખ્ય આરોપી ઝડપાયો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી આરોપી રીંકુ ઉર્ફે રોનક બ્રહ્મક્ષત્રિય ઝડપાયો છે. આ આરોપી પોતાના મૂળ ઓળખને છુપાવવા માટે અલગ-અલગ શહેરોમાં અલગ અલગ નામ ધારણ કરીને વિવિધ વ્યવસાયો કરતો હતો. આરોપી રીંકુ ઉર્ફે રોનક વિરુદ્ધ શહેરની સિવિલ કોર્ટમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ત્રણ જુદા જુદા કેસો પણ દાખલ થયેલા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..
અનુસાર માહિતી મુજબ, અમદાવાદ શહેરના ચોકબજાર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં નોંધાયેલ કાપડ છેતરપિંડી કેસમાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો મુખ્ય આરોપી છેલ્લે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે અમદાવાદના નારોલ વિસ્તારથી ઝડપાયો છે. આ આરોપી પોતાના મૂળ ઓળખને છુપાવવા માટે અલગ-અલગ શહેરોમાં અલગ અલગ નામ ધારણ કરીને વિવિધ વ્યવસાયો કરતો હતો.
સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશનમાં 08/08/2019ના રોજ છેતરપિંડીની એક ફરિયાદ નોધાઇ હતી. આ ફરિયાદ અનુસાર, ઈન્ડિયન પિનલ કોડની કલમ 409 (વિશ્વાસઘાત), 406 (ચોરી), 420 (છેતરપિંડી) અને 114 હેઠળ રૂ. 44,61,264ના ફિનિશ્ડ કાપડના વેપારમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન મુખ્ય આરોપી રીંકુ ઉર્ફે રોનક હસમુખલાલ બ્રહ્મક્ષત્રિય (ખત્રી) ફરાર રહ્યો હતો અને પકડાવાની ભીતિથી અલગ-અલગ વિસ્તારોમાં ઓળખ બદલતો રહ્યો હતો.
આરોપીનું સંપૂર્ણ નામ રીંકુ ઉર્ફે રોનક બ્રહ્મક્ષત્રિય (ઉં.વ. 41) છે અને મકાન નં. 04, બિલ્ડિંગ નં. J-2, ઓમ શાંતિનગર વિભાગ-02, કેનાલ રોડ, નારોલ, અમદાવાદ ખાતે રહેતો હતો. આરોપી સતત સરનામું બદલતો રહ્યો અને દર વખતે પોતાનું નામ પણ બદલતો હતો. એ રોનક, રાજુ, નિર્મળ, કમલ વગેરે નામોથી અલગ અલગ જગ્યાએ ઓળખ બનાવતો રહ્યો. ક્યારેક રિક્ષા ડ્રાઈવર, તો ક્યારેક ડિસ્પોઝલ પ્રોડક્ટ્સના વેપારી તરીકે અને ક્યારેક કાપડ દલાલ તરીકે અલગ વ્યવસાયે લાગી ગયો. આ રીતે પોલીસે તેની શોધખોળ કરવી મુશ્કેલ બની હતી.
ચોકબજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે આરોપીની શોધમાં ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસના આધારે મહેનત કરીને છેલ્લે તેને અમદાવાદના નારોલ વિસ્તારમાંથી ઝડપી લીધો છે. પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી રીંકુ ઉર્ફે રોનક વિરુદ્ધ સુરત શહેરની સિવિલ કોર્ટમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 (ચેક બાઉન્સ) હેઠળ ત્રણ જુદા જુદા કેસો પણ દાખલ થયેલા છે. જેને કારણે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે કે આરોપી અન્ય કોઈ નકલી વ્યવસાય કે ઓળખથી પણ પોલીસને ચકમો આપતો રહ્યો છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય