- 554.82 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે 3 ઈસમો ઝડપાયા
- 55 લાખના એમડી ડ્રગ્સ કેસના ગુનાનો મુખ્ય આરોપી મોહમ્મદ શાહનવાઝ આદમ શેખ ઝડપાયો
- પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાઈ
સુરત પોલીસ દ્વારા “નો ડ્રગ્સ ઈન સિટી” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સચિન કપ્લેથા ચેક પોસ્ટ આગળ જાહેર રોડ પર 3 ઈસમોને 554.82 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતાં. આ ડ્રગ્સના જથ્થાને મગાવનાર તથા 2024માં નોંધાયેલા 55 લાખના એમડી ડ્રગ્સ કેસના ગુનાનો મુખ્ય આરોપી મોહમ્મદ શાહનવાઝ આદમ શેખ વોન્ટેડ હતો. આ ઉપરાંત પોલીસ દ્વારા ટીમ બનાવી સ્પેશિયલ વોચ ગોઠવીને મોહમદ શાહનવાઝ ઉર્ફે અબ્દુલ કાલિયા મોહમદ આદમ શેખની ધરપકડ કરી હતી. તેમજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગે વિગતે વાત કરવામ્કા આવે તો, સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે 2024માં નોંધાયેલા 55 લાખના એમડી ડ્રગ્સ કેસના ગુનાના મુખ્ય આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી દ્વારા ડ્રગ્સનો જથ્થો મગાવવામાં આવ્યો હતો.
16-11-24ના રોજ પોલીસને મળેલી બાતમીના આધારે સચિન કપ્લેથા ચેક પોસ્ટ આગળ જાહેર રોડ પર 3 ઈસમોનો મેફેડ્રોન ડ્રગ્સનો 554.82 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતાં. આ ડ્રગ્સના જથ્થાને મગાવનાર મોહમ્મદ શાહનવાઝ આદમ શેખ વોન્ટેડ હતો. જેથી તેને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ટીમ બનાવવામાં આવી હતી.
વોન્ટેડ આરોપી ગત રોજ અડાજણ બસ ડેપો આવ્યો હોવાની માહિતી મળતાં પોલીસ દ્વારા સ્પેશિયલ વોચ ગોઠવીને મોહમદ શાહનવાઝ ઉર્ફે અબ્દુલ કાલિયા મોહમદ આદમ શેખને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ડ્રગ્સ પકડાઈ જતા તે સુરત છોડીને ઓડિશાના બરહમપુર ચાલ્યો ગયો હતો. જે સુરત આવતાં તેને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય