Abtak Media Google News

ઈસ્ટ ઝોન કચેરી વેરા વસુલાત શાખાએ રીઢા બાકીદારો પર ધોંસ બોલાવી: અક્ષરધામ કોમ્પ્લેક્ષમાં ૨૦ દુકાનો અને ૧ ફલેટ સીલ કરાયો :વેસ્ટ ઝોનમાં સાત મિલ્કત સીલ

રાજકોટ મહાનગરપાલિકાની ઈસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા આજે શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૪માં પારેવડી ચોક, કુવાડવા મેઈન રોડ, જયગુ‚દેવ પાર્ક અને આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં મિલકત વેરાની વસુલાત માટે હાલ રીકવરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આઈડીયા કંપનીના શો-‚મ, આઈસીઆઈસીઆઈ કંપનીનુ બેંક એટીએમ સહિત ૨૬ મિલકતોને સીલ કરી દેવામાં આવતા બાકીદારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા ઈસ્ટ ઝોન કચેરીના આસીસ્ટન્ટ મેનેજર એમ.ડી.ખીમસુરીયાએ જણાવ્યું હતું કે, આજે હાથ ધરવામાં આવેલી ટેકસ રીકવરી અંતર્ગત પારેવડી ચોક ખાતે અક્ષરધામ કોમ્પ્લેક્ષમાં .૨.૦૫ લાખની બાકી વેરાની વસુલાત માટે ૨૦ દુકાનો અને એક ફલેટ સહિત કુલ ૨૧ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. જયારે કુવાડવા રોડ ઉપર ‚ા.૧.૬૩ લાખનો બાકી વેરો વસુલવા માટે આઈડીયા કંપનીના શો-‚મ, ન્યુ આશ્રમ રોડ પર ૧.૧૦ લાખનો વેરો વસુલવા આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમ તથા પેડક રોડ ઉપર  લાખનો બાકી વેરો વસુલવા માટે જીઈબી ડાયમંડ સ્કેવર બિલ્ડીંગમાં ૩ મિલકતો સીલ કરવામાં આવી છે. આજે ટેકસ રીકવરીની કામગીરી અંતર્ગત ા.૩ લાખની વસુલાત કરવામાં આવી છે.  મહાપાલિકામાં ગત ૧લી જાન્યુઆરીથી વેરામાં વ્યાજ માફી યોજનાનો આરંભ થયો છે. જેમાં છેલ્લા ૧૭ દિવસમાં ૧૮ કરોડથી પણ વધુની આવક થવા પામી છે. એક તરફ વ્યાજ માફી યોજના ચાલી રહીછે તો બીજી તરફ ટેકસ બ્રાંચ દ્વારા હાલ રીકવરીનો દૌર શ‚ કરવામાં આવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.