Abtak Media Google News

 

રવિવારે કોઠારીયા નજીક છરીના ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો’તો

 

અબતક,રાજકોટ

શહેરમાં કોઠારીયા મેઈન રોડ પર હુડકો કવાર્ટર નજીક રવિવાર રાત્રીનાં કાળુ ભાદરકા નામનો યુવાન ઈડાની લારીએ ઈંડા ખાઈ રહ્યો હતો ત્યારે કોઠારીયા ચોકડી નજીકરહેતો કાળુ ગઢવી નામને શખ્સ ઘસી આવ્યો હતો. અને કાળુ ભાદરકા પાસે ઈંડા ખાવા રૂપીયાની માંગ કરી હતી.પરંતુ યુવાને તેની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં કાળુ ગઢવીએ ઉશ્કેરાઈ યુવાનને છરી ના ઘા ઝીંકી મોતનેઘાટઉતાર્યો હતો. અને નાશી છૂટયો હતો જેમાં આજ ભકિતનગર પોલીસે કાળુ ગઢવીને જૂનાગઢમાંથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ કોઠારીયા નજીક નાસ્તો કરવા બાબતે યુવાનને મોતને ઘાટ ઉતારનાર નામચીન શખ્સ હિંમત ઉર્ફે કાળીયો અમુદાન ગઢવીની શોધખોળ માટે ભકિતનગર પોલીસનાં પી.આઈ. જે.ડી.ઝાલાના સવેલન્સમાં હુડકો પોલીસ ચોકીના પીએસઆઈ તથા અન્ય પીએસઆઈ અને સ્ટાફની ત્રણ અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતીને આ ટીમ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. પરંતુ તેની કોઈ ભાળ મળી નહ તી જેથીપોલીસે આરોપીના સગા સંબંધીની પૂછતાછ કરતા જાણવા મળ્યું હતુ કે આરોપી કાળુ ગઢવીને ગાંજો પીવાની ટેવ છે તેથી પોલીસે ગાંજો પીવાની ટેવ ધરાવતા શખ્સોને રાઉન્ડ અપ કરી તેની પૂછતાછ કરી હતી જેમાં આરોપીની માહિતી મળી હતી. કે તે જૂનાગઢ ખાતે ગીરનારની તળેટીમાં આવેલ કોઈ આશ્રમમાં છુપાયો છે.તેથી પીએસઆઈ એમ.જે. હુણ બે અલગ અલગ ટીમોસાથે જૂનાગઢ ખાતે જઈ અલગ અલગ આશ્રમની તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન કોન્સ.ભાવેશભાઈ મકવાણા અને રરજીતસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે ભવનાથ તળેટી રોડ ખાતે આવેલી રામાપીરની જગ્યા નજીકથી કાળુ ગઢવીની ધરપકડ કરી અને તેને રાજકોટ ખાતે લવાયો છે. અને તેનોકોરોના ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.