મેરેજ બ્યુરોના સંચાલકે પત્નીને ડીવોર્સ આપી કર્મચારીને અવાર-નવાર બનાવી હવસનો શિકાર

પત્નીને ડીવોર્સ આપી લગ્નની લાલચે અવાર-નવાર હવસનો શિકાર બનાવી મારમાર્યો

જૂનાગઢમાં વિધાતા મેરેજ બ્યુરો ચલાવતા સંચાલકે તેની  જ કર્મચારીને લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ જૂનાગઢ બી. ડીવીઝન પોલીસમાં નોંધાતા પોલીસે નરાધમ પરણીત શખ્સ વિરૂધ્ધ ગુનો નોાંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો મુજબ મુળ જેતપર અને હાલ જૂનાગઢ રહેતી યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતુ કે તે આરોપી હિતેષ વડેરાના વિધાતા મેરેજ બ્યુરોમાં નોકરી પર લાગી હતી ત્યારે  આરોપીએ તેને લગ્નની લાલચ આપી મકાન રહેવા માટે આપ્યું હતુ બાદ પોતે તેની પત્નીને  ડીવોર્સ આપી તેણી સાથે લગ્ન કરવાની ખાત્રી આપી અવાર નવાર હવસનો શિકાર બનાવી તેને મારમારતા તેણીએ તેના વિરૂધ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી ંહાથ ધરી છે.