Abtak Media Google News

ભારે વરસાદનાં કારણે ગંદકી અને મચ્છરનાં ઉપદ્રવ સામે સફાઈ ઝુંબેશ: રોડ પર પડેલા ખાડા બુરવાની કામગીરી શરૂ થાય તે પહેલા જ જશ ખાટવા વિરોધ પક્ષની હોસ્પિટલે ઓચિંતી મુલાકાત

સૌરાષ્ટ્રનાં પાટનગર સમાન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ભારે વરસાદનાં કારણે રસ્તા પર પાણીનાં ખાડા, ગંદકી અને મચ્છરનાં થયેલા ઉપદ્રવ સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે તેની કોંગ્રેસને જાણ થઈ જતા કોર્પોરેશનનાં વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયાએ સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગ કાર્યક્રમ કર્યો. સેલરમાં ભરાયેલા પાણી અને સેવાળ જામી જવાની ગંદકી જેવા પ્રશ્ર્નોને ઉજાગર કરવા પ્રયાસ કર્યો છે.

Whatsapp Image 2019 10 07 At 11.15.26 Am

રાજકોટમાં ૬૫ ઈંચ જેટલા ભારે વરસાદનાં કારણે સિવિલ હોસ્પિટલનાં આંતરીક રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. બીજી તરફ સતત વરસાદનાં કારણે પાણી ભરેલું રહેતું હોવાથી મચ્છરનો ઉપદ્રવ પણ વઘ્યો છે અને ગંદકી જોવા મળતા સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતાએ સિવિલ હોસ્પિટલની સમસ્યાઓનું તાકીદે નિવેડો લાવવા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી દીધી છે અને તમામ સમસ્યાઓનો એક સપ્તાહમાં જ નિવેડો આવે તેમ છે ત્યારે મહાપાલિકાનાં વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયાએ સમસ્યાને ઉજાગર કરવા સરપ્રાઈઝ ચેકિંગ કાર્યક્રમ આપી તંત્રની લાપરવાહી અંગેનાં આક્ષેપો કર્યા છે.  આજે સવારે ૧૦:૩૦ કલાકે વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલનું  સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટની તેમજ સરકારની ગંભીર લાપરવાહી અને બેદરકારી ધ્યાને આવેલ છે તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઘણા બધા મુદ્દે વિપક્ષીનેતા દ્વારા અનેક સ્થળોએ ચેકિંગ હાથ ધરીને ઘણી બધી પોલ ખોલી છે જેમાં સેલરમાં પાણી નો ભરાવો, ગટરના પાણીનો ભરાવો, સેફ્ટી ટેંક ભરાઈ જવી, લીફ્ટના ખાડામાં છ-છ ફૂટ સુધી પાણી ભરાવું તેમજ મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર હોવાની સ્થિતિ ખુલી ગટર, સેલરમાં સેવાળ જામી જાય ત્યાં સુધી સફાઈની લાપરવાહી, સાત-આંઠ ઈંચના રોડ ઉપર ખાડાઓ, ૨૦૨૧ સુધીની સરકારી મોંધી દવાઓ, સરકારી અગત્યના રેકોર્ડ, સ્ટોક રજીસ્ટરમાં બેદરકારી, વરસાદી પાણી નિકાલનો આયોજનનો અભાવ,  નર્કાગાર જેવી સિવિલ હોસ્પિટલની ઉચ્ચ અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે સિવિલ હોસ્પિટલની અવદશા સર્જાણી છે તેવા ગંભીર બાબતે સિવિલ હોસ્પિટલની હાલત છે તેવું વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ આક્ષેપ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.