Abtak Media Google News

મેજર જનરલ ડો.એસ.સી.શરણના હસ્તે જવાનોને મેડલ એનાયત કરવામાં આવશે: રાજકોટમાં ૧૫મીએ એનસીસી એકેડમીનું ભૂમિપૂજન

રાજકોટ સ્થિત એનસીસીની તમામ પ્રવૃતિઓમાં ગુજરાત રાજયમાં અવ્વલ સ્થાને છે. રાજકોટનું એનસીસી ગ્રુપ અનેકવિધ પ્રવૃતિમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે અને ભારત દેશના વિકાસમાં સિંહફાળો આપવા અગ્રેસર બન્યું છે. રાજકોટ ખાતે એનસીસી એકેડમીની શરૂઆત ખૂબજ પ્રશંસનીય છે અને રાજકોટમાં એનસીસી એકેડમીનું ભૂમિપૂજન આગામી ૧૫મી માર્ચના રોજ મવડી રોડ ખાતે કરવામાં આવશે. આ પ્રસંગે એનસીસીના મેજર જનરલ ડો.એસ.સી.શરણ, બ્રિગેડીયર અજીતસિંગ કે જેઓ એડિશ્નલ ડાયરેકટર જનરલ એનસીસી છે. તેઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવશે. આ બાબતની પત્રકાર પરિષદનું આયોજન આજરોજ ડિ.એચ.કોલેજના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.

ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે એનસીસી દ્વારા અનેકવિધ કાર્યક્રમો હા ધરવામાં આવતા હોય છે. જેમાં દ્વારકાધીશ એકયુડેશન કે જે દરિયાઈ મારફતે યોજાયું હતું. એવા ટાપુઓ જે સહેજ પણ વિકસીત ન હોય તેમાં નેશનલ ફલેગ માઉન્ટની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. વિશેષમાં જો વાત કરવામાં આવે તો એનસીસીમાં જે મુખ્ય સિદ્ધિ કહી શકાય તે બેટ દ્વારકા ટાપુ ખાતે આર્મી અને નેવીના જવાનો દ્વારા એનસીસી પ્રવૃતિઓનો પ્રારંભ કરાવ્યો હતો તે છે.

આગામી તા.૧૪મી માર્ચના રોજ ભાવનગર ખાતે એનસીસીનો સી સર્ટીફીકેટ પદવીદાન સમારોહ યોજાવા જઈ રહ્યો છે. જેમાં ૫૫૮ એનસીસીના જવાનોને સી સર્ટીફીકેટી નવાજમાં આવશે. આ સેરેમનીમાં મેજર જનરલ ડો.એસ.સી.શરણના હસ્તે જવાનોને મેડલ એનાયત કરાશે.

રાજકોટ ગ્રુપના બ્રિગ્રેડીયર અજીતસિંહે જણાવ્યું હતું કે, ભૂજી લઈને ભાવનગર સુધી એનસીસીનો કાર્ય ક્ષેત્ર છે. આજની પત્રકાર પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, સી સર્ટીફીકેટ તૈયાર ઈ ગયું છે અને ૧૪મી માર્ચના રોજ ભાવનગર યુનિવર્સિટી ખાતે સર્ટીફીકેટનું વિતરણ કરવામાં આવશે. આ સંપૂર્ણ વર્ષની અંદર એનસીસીના ૧૮૦૦૦ બાળકોએ ટ્રેનીંગ લીધી છે. જેમાં ૪૦ બાળકો, ૩૦ જવાનો અને ૧૦ છોકરીઓનો સમાવેશ થાય છે. બેટ દ્વારકામાં ૭ અને ૮ સપ્ટેમ્બરના રાજે નેવી અને આર્મીની એનસીસી શરૂ કરવામાં આવી હતી અને ત્યાં ૨૨ જાન્યુઆરી થી ૨૭ જાન્યુઆરીના રોજ ૧૦૦ બાળકો માટે એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે એનસીસી એકેડમીનું ભૂમિ પૂજન કરવામાં આવશે. જેમાં ગુજરાત સરકારનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે એ બદલ અમે તેઓના આભારી છીએ.

Vlcsnap 2018 03 12 13H45M58S11

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.