બદલી થયેલા જજીસોનો મીડીયેટર્સ દ્વારા વિદાય સમારંભ યોજાયો

ડિસ્ટ્રીકટ જજ યુ.ટી. દેશાઈએ ઉજવળ ભવિષ્ય અંગે શુભકામના પાઠવી

હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં રાજયભરની જિલ્લા અને તાલુકાની અદાલતોમાં ફરજ બજાવતા ન્યાયધીશોની સામુહિક બદલીના હુકમો કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ ખાતે ફરજ બજાવતા સેશન્સ જજ કે.ડી.દવે, ફેમિલી કોર્ટના કે.એન.મેઘાત, અધિક સેશન્સ જજ ડી.એ.વોરા, ડી.કે.દવે, એચ.એમ.પવાર અને પી.એન. દવે સહિત 21 ન્યાયધીશોની બદલી થતા રાજકોટ મીડીયેટર્સ દ્વારા ડિસ્ટ્રીકટ જજ યુ.ટી. દેશાઈના પ્રમુખ સ્થાને યોજાયેલી વિદાયમાન સમારંભ યોજાયો હતો.

ગરીમાપૂર્વક યોજાયેલા કાર્યક્રમમાં પ્રમુખ સ્થાનેથી યુ.ટી.દેશાઈ સહિતના ન્યાયધીશોએ બદલી પામેલા જજીસોને ઉજજવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી. અને બદલી થયેલા જજ ડી.જે. છાટબાર એ ડી.જી.પી. એસ.કે.વોરા સરકારી વકીલ અને એ.પી.પી. સહિતનો આભાર વ્યકત કર્યો હતો

આ તકે બારના પૂર્વ પ્રમુખ સંજયભાઈ વ્યાસ જયદેવભાઈ શુકલ, રાજેશભાઈ મહેતા સહિત સીનીયર જૂનીયર એડવોકેટ ઉપસ્થિત રહ્યા હતા.