Abtak Media Google News

જીલ્લામા લોકડાઉન દરમ્યાન સો ઑરડી ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટરમા મેડિકલ પ્રમાણ પત્ર મેળવવા માટે પરપાંત્રના હજારો મજૂરોની ભીડ છેલ્લા કેટલાક દિવસથી હતી. છતાં પણ ડોકટર સહીત તમામ મેડીકલ સ્ટાફે અથાગ પરિશ્રમ કરીને પ્રમાણપત્ર કાઢી આપ્યા હતા. તેમજ સુલેહ શાંતિ જળવાય રહે તેવી પોલીસ અધિકારી દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. તેથી, મોરબી નગરપાલિકાના કાઉન્સીલર જશવંતીબેન સુરેશભાઈ શીરોહીયા, સુરેશભાઈ શીરોહીયા તથા બળવંતભાઈ શનાળીયાએ ઉત્તમ કામગીરી બદલ પોલીસ અને આરોગ્ય ખાતાના સ્ટાફને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ડોકટર માધવી પંડ્યા, ઇસતીયાક માથકીયા, માધુરીબેન વારેવડીયા, નેહાબેન દેસાઇ, અજય વાઘેલા, શોભના રાઠોડ, રિધ્ધિ ચૌહાણ, મહેજબીન વડાલીયા, આરેફા કડીવાર, કૈલાસ પરમાર, સુફીયા શેરસીયા, મંજુલાબેન ગરચર સહિતના આરોગ્ય સ્ટાફ તેમજ મોરબી પોલીસ ટીમ પીએસઆઇ પટેલ, ભરતભાઈ હુંબલ, વનરાજભાઇ ચાવડા, જયુભા ઝાલા, ભરતભાઈ બાવળીયા, મહાવીરસિંહ ઝાલા, રવીભાઇ ડાંગર તથા આશાવર્કર બહેનો સહીત તમામ સ્ટાફને સન્માનિત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.