Abtak Media Google News

જિલ્લા પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં આજે સાંજે જિલ્લા કલેકટર કચેરી ખાતે પાણી સમીતીની બેઠક યોજાવાની છે. જેમાં જિલ્લાના પાણી પ્રશ્ને જરૂરી ચર્ચા-વિચારણા કરી મહત્વના નિર્ણયો લેવાશે તેમજ જરૂરી સુચનાઓ પણ જાહેર કરવામાં આવશે.

રાજકોટ જિલ્લાના પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આજે રાજકોટની મુલાકાતે આવવાના છે. તેઓ કલેકટર કચેરી ખાતે સાંજે ૫ કલાકે પાણી સમીતીની બેઠકમાં ખાસ હાજરી આપવાના છે. અગાઉ ગત તા.૪ના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત પાસેથી પાણીની ફરિયાદો મંગાવવામાં આવી હતી. આ ફરિયાદો વિશે પાણી સમીતીની બેઠકમાં જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવનાર છે. આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજરી આપવાના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.