Abtak Media Google News

મંત્રીએ રોજમેળ, પીએ ખાતાવહીમાં ખોટી નોંધ કરી, કોરા ચેકમાં સહીઓ કરી ચેક વટાવી ૧૪.૪૦ લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા

ધોરાજીમાં સહકારી મંડળીમાંથી ૧૪ લાખની ઉચાપત મામલે મંડળીના પ્રમુખે મંત્રી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ધોરાજીની કિશાન ખેતી વિષયક સેવા સહકારી મંડળીમાં મંત્રીએ પ્રમુખની જાણ બહાર કોરા ચેકમાં સહીઓ કરી ચેક વટાવી, રોજમેળ તથા પી.એફ.ખાતાવહીમાં ખોટી નોંધ કરી પોતાના પર્સનલ ખાતામાં રૂા.૧૪.૪૦ લાખ ટ્રાન્સફર કરી ઉચાપત કરવાના મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ધોરાજીના ફરિયાદી જમનાદાસ દુદાભાઈ બાલધા (ઉ.વ.૬૫)એ ધોરાજી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ખેતી કામ કરે છે વડલી ચોકમાં આવેલી કિસાન ખેતી વિષયક સેવા સહકારી મંડળી લી.માં પ્રમુખ સેવા બજાવું છું, અમારી આ મંડળીમાં કુલ ૧૪ સભ્ય છે. અમારી આ સહકારી મંડળીમાં નટવરલાલ નાથાલાલ મંત્રી તરીકે ફરજ બજાવે છે.આ સહકારી મંડળીમાં નોકરી કરતા બધા કર્મચારીને પગાર ધોરણ તથા પીએફ તથા જી.એફ પણ મળતુ હોય છે. આ નટવરલાલનું તા.૧૮-૭ ના રોજ મિનિટ બુકમાં કમીટીના સભ્યોએ રાજીનામું મંજુર કર્યુ હતું.તેમજ કોઈપણ જાતની ગેરરીતી કે ઉચાપત નીકળે તો તેની જવાબદારી પણ નટવરલાલની રહેશે. તેવી શરતે રાજીનામું સ્વીકાર્યુ હતું. અમારી સહકારી મંડળીનું રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓપ.બેંક લી.ના સહયોગ શાખા કુંભારવાડા ધોરાજીમાં બેન્ક ખાતુ છે અને મંત્રી નટવરલાલ નાથાભાઈને પણ તે શાખામાં બેન્ક ખાતુ છે.આ ખાતામાં મંડળીની કુલ ૧૭ ફીકસ ડીપોઝીટો તા. ૭-૪-૨૦૨૦ના રોજ આ નટવરલાલ નાથાભાઈએ વટાવી રૂ.૧૨,૦૫ લાખની રકમ મંડળીમાં પડેલ સહીવાળા ચેક વટાવી પોતાના પર્સનલ ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા એમ કુલ રૂા.૧૨,૬૩ લાખ પોતાના ખાતામાં જમા કરેલા છે. હું બહારગામ હતો ત્યારે આ નટવરલાલ બાલધાએ ખોટો ઠરાવ કર્યો હતો. બાકીના સદસ્યોને બોલાવી ઠરાવ નં.૫થી આર્થિક લાભ લેવા માટે ખોટા દસ્તાવેજો ઉભા કરી કુલ પાંચ ફીકસ ડીપોઝીટ વટાવી હતી. નટવરલાલનું ખાતુ રાજકોટ ડીસ્ટ્રીકટ ધોરાજી શાખામાં હતું. જેને મંડળીનાં કોરા ચેકમાં રકમ ભરી સહીઓ કરી રોજમેળમાં કુટનીતીથી ખોટી એન્ટ્રી કરી રૂ.૨.૧૨ લાખ પોતાના વ્યકિતગત પ્રોવીડન્ડ ખાતામાં જમા લઈ  નટવરલાલ એ સંસ્થાના નોકર હોવા છતાં વિશ્વાસ ઉપર કોરા ચેકમાં મારી સહીઓ હોય જેનો દુર ઉપયોગ કરી જાણ બહાર ચેક વટાવી તથા રોજમેળમાં ખોટી સહી કરી રૂ.૧૪.૪૦ લાખની ઉચાપત કરતા ફરીયાદ નોંધાવી છે. આ મામલે ધોરાજી પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.