Abtak Media Google News

૨૦૧૯ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ મોદી સરકારના એક્શન પ્લાનમાં ‚રુપાણી જોડાશે

નરેન્દ્ર મોદી સરકાર આગામી નીતિ આયોગની બેઠકમાં ત્રણ વર્ષના કાર્યકાળનો રીપોર્ટ રજુ કરશે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યો અને મહત્વના નિર્ણયોનું વિશ્ર્લેષણ કરાશે. વધુમાં ભવિષ્યમાં અમલમાં મૂકાનારા પ્લાન પણ નીતિ આયોગ સમક્ષ રજૂ કરવામાં આવશે. જેમાં નવી યોજનાના અમલીકરણની પણ વિગતોનો સમાવેશ ાય છે. આયોગની પ્રમ બેઠક ૮ રોજ યોજાઇ હતી. આ બેઠકના બે વર્ષ બાદ હવે મોદીની આગેવાનીમાં વધુ એક બેઠક યોજાવાની છે. જેમાં તમામ મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ સહિતના આગેવાનો હાજર રહેશે. આ ઉપરાંત સરકારના હેતુઓને પાર પાડવા માટે ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે. અગાઉના પાંચ વર્ષના પ્લાન બાદ હવે આગામી ત્રણ વર્ષ માટે નારા કાર્યોને પ્રાધાન્ય આપવા વિચારણા કરવામાં આવી રહી છે.

નવા પ્લાનમાં સરકારી યોજનાઓને અસરકારક રીતે અમલવારી ાય, લોકોને લાભ મળે તેમજ સરકારની આવકમાં પણ વધારો ાય તે માટેના પ્રયત્નો ઉપર ખાસ ઘ્યાન આપવામાં આવશે. સૌી મહત્વની વાત એ છે કે ર૦૧૯માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ નીતિ આયોગની બેઠક ચૂંટણી માટે પણ મહત્વની બની રહેશે અને બે વર્ષના સમયગાળામાં બને તેટલા વધુ લોકઉપયોગી કાર્યો ાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. આ સો બારમી પંચવર્ષીય યોજના ઉપર પણ મહત્વની ચર્ચા વાની છે તેવુ કહેવામાં આવી રહ્યું છે.

નીતિ આયોગની આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી, મુખ્ય સચિવ જે. એન. સિંઘ સહિતના મહત્વના અધિકારીઓ પણ ભાગ લેશે. આગામી રવિવારની આ બેઠક દિલ્હીમાં યોજાવાની છે. જેમાં ગુજરાત સરકારના આગામી ૧પ વર્ષના ડેવલોપમેન્ટ પ્લાન ઉપર પણ વાતચીત કરવામાં આવશે અને એક્શન પ્લાન બનાવાશે. વધુમાં ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા સહિતની કેન્દ્રની યોજનાઓને સફળ બનાવવાનું આયોજન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.