Abtak Media Google News

રોકાણકારોએ સમજણ પૂર્વક રોકાણ કરવું આવશ્યક: મારવાડી શેર એન્ડ ફાઈનાન્સનાં વિવિધ ક્ષેત્રનાં તજજ્ઞોની ‘અબતક’ સાથે વિશેષ વાતચીત

વૈશ્ર્વિક સ્તર પર ભારતનાં શેરબજાર પર અસર અન્ય કરતા ખૂબ જ ઓછી: આવનારા સમયમાં શેર બજારમાં જોવા મળશે સુધારો

કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્ર્વ ઉપર દેખાઈ રહ્યો છે. ત્યારે વિશ્ર્વની તમામ શેર બજારો ઉપર અનેકવિધ રીતે ઉથલ-પાથલ જોવા મળી રહી છે.

ગત બે દિવસોમાં જે રીતે શેર બજારમાં ૩ હજારથી વધુનાં પોઈન્ટનો કડાકો જોવા મળ્યો તેનાથી ભારતનાં રોકાણકારોમાં ચિંતાની લાગણી વ્યાપી છે.

પરંતુ એ વાત પણ સાચી છે કે ભારતનાં રોકાણકારો માટે હવે ઉજળી તક છે, કારણ કે વિશ્ર્વની સરખામણીમાં ભારતને અસર ખૂબજ ઓછી જોવા મળી છે. હાલ ઈટલી સૌથી વધુ પ્રભાવીત થયું છે.

જો હાલ રોકાણકારો સમજ પૂર્વક રોકાણ કરશે તો તેઓ માટે આવનારો સમય અત્યંત લાભ કરતો નીવડશે અને દેશની અર્થ વ્યવસ્થા પણ બેઠી થશે.

ભારતના રોકાણકારોને હવે ‘આફતને અવસર’માં પલટવાની ઉજળી તક: તુષારભાઈ વ્યાસ

મારવાડી શેર એન્ડ ફાયનાન્સનાં માર્કેટીંગ અને કોમ્યુનીકેશન હેડ તુષારભાઈ વ્યાસ સાથે ઉપસ્થિત કે.કે. ગોંડલીયા અને કોમલબેન મહેશ્ર્વરીએ હાલની બજાર સ્થિતિ અંગે અબતક સાથે વિશેષ વાતચીત કરતા જણાવ્યું હતુ કે, હાલ જે રીતે બજારમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે. તે કોરોનાં વાયરસનાં કારણે અસરગ્રસ્ત થયું હોઈ તેવું લાગે છે. વહેલી સવારમાં જે રીતે સ્ક્રિપ્ટ નેગેટીવ ચાલી તેનાથી શેરબજારમાં લોકોને ઘણા ખરા પ્રશ્ર્નો ઉદભવીત થયા હતા. પરંતુ સમય જતા પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો. અને આગામી દિવસોમાં શેર બજારની સ્થિતિમાં સુધારો જોવા મળશે તેમાં સહેજ પણ મીન-મેક નથી ત્યારે ભારતનાં રોકાણકારોને હવે ‘આફતને અવસર’માં પલટવાની ઉજળી તક સાંપડી છે જેનો લાભ રોકાણકારોએ લેવો જોઈએ.

રોકાણકારોએ રોકાણ હવે સમજી વિચારી અને પ્રોફાઈલ જોઈ કરવું હિતાવહ: કે.કે.ગોંડલીયા

શેરબજારનાં ટેકનીકલ રીસર્ચ હેડ કે.કે. ગોંડલીયાએ અબતક સાથે વાતચીતમાં જણાવતા કહ્યું હતુ કે હાલની જે સ્થિતિ જોવામળી રહી છે. તેમાંથી રોકાણકારોએ ડરવાની જરૂર નથી હા એ વાત સાચી છે કે રોકાણકારોને ઘણી રીતે તેઓનાં રૂપીયાનું ધોવાણ થયું છે. પરંતુ ખરા સમયમાં એટલે કે હાલ પરિસ્થિતિમાં રોકાણકારોએ સમજી વિચારી અને કંપનીની પ્રોફાઈલ જોઈને રોકાણ કરવું હિતાવહ બનશે. હાલ શેર બજારમાં જે સ્થિતિ નિર્માણ થવા પામી છે.તે થોડા સમયા પૂર્તીજ મર્યાદિત છે. આવનારો સમય ભારતીય શેર બજારમાં અત્યંત ઉજળો છે. કોરોના વાયરસની અસર માત્ર ભારતમાંજ જોવા મળી નથી. પરંતુ જે રીતે વૈશ્ર્વિક સ્તર પર આ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. તેના ભારતની શેર માર્કેટ પણ અસરગ્રસ્ત થઈ છે.

રોકાણકારોએ કેપીટલ ક્ષેત્રે ધ્યાન વધુ આપવું જોઈએ: કોમલબેન મહેશ્ર્વરી

મારવાડી શેર એન્ડ ફાયનાન્સનાં ઈકવીટી રીસર્ચ એનાલીસ્ટ કોમલબેન મહેશ્ર્વરીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુકે, હાલ બજારમાં જે સ્થિતિ જોવા મળી રહી છે. તેનાથી ઘણી તકલીફો રોકાણકારોને પડી રહી છે. ત્યારે આજનાં સમયમાં આ સ્થિતિ બીજા ત્રીમાસીક ગાળા સુધી અસરગ્રસ્ત રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. વૈશ્ર્વિક ફલક ઉપર માર્ગ પરિવહન મારફતે જે નિકાસ થતી જોઈએ તે ન થતા ઘણા પ્રશ્ર્નો ઉદભવીત થયા છે. અને તેનો લાભ આવનારા સમયમાં રોકાણકારોને મળતો રહેશે વિશ્ર્વભરનાં ભારતનાં શેરબજારને સૌથી ઓછી અસરા જોવા મળી છે. જેનું કારણ સરકારની નીતિ આવનારા સમયમાં ભારતનું અર્થતંત્ર વિશ્ર્વ ફલક ઉપર પ્રસ્થાપિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.