ચોમાસું માથે છે ને આ સરકારી તંત્રએ આપી હડતાલની ચીમકી

0
71

અબતક,રાજકોટ

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ પીજીવીસીએલ કંપનીમાં 9000 જેટલા સભ્ય સંખ્યા સાથે સૌથી મોટું માન્યતા પ્રાપ્ત યુનિયન છે અને હંમેશા કંપનીના હિતોની સાથે કર્મચારીઓના હક્કો અને હિતોનું રક્ષણ કરી રહ્યું છે તથા કંપનીના વીજ ગ્રાહકોને અવિરત વીજ સેવાઓ મળી રહે અને સરકાર તમામ યોજનાઓ સમયસર પુરી કરવામાં અપૂરતા સ્ટાફ અને અસહ્ય કાર્યબોજ હોવા છતાં અને મોટા પ્રમાણમાં વર્ગ-3,4ની ખાલી જગ્યાઓ હોવા ઉપરાંત હાલમાં ચાલી રહેલ ગંભીર બિમારીના સમયમાં અત્યાર સુધી કુલ 45 થી વધુ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થઇ મોતને ભેટ્યા છે તેમજ કુલ 1500થી વધુ કર્મચારીઓ કોરોનાથી અનુક્રમે સંક્રમિત કોરોન્ટાઇન/આઇસોલેશન થયેલ છે. કંપની હિતમાં કોરોનાની મહામારીના સમયમાં પણ ઉમદા કામગીરી કરવા સતત પ્રોત્સાહિત કરેલ છે.

ઉપરોક્ત વિષય અને સંદર્ભિત સંઘની તથા સંકલન સમિતિની નોટિસો અન્વયે જણાવવાનું કે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના પ્રયાસોની મેનેજમેન્ટને પૂરતી કદર નથી તેવી લાગણી પીજીવીસીએલના કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યાં છે અને તેમનું ભયંકર શોષણ થઇ રહ્યું છે તેવો ઘેરો અસંતોષ વ્યાપેલ છે કારણ કે કર્મચારીઓના પ્રશ્નોની અવાર-નવાર લેખિત રજૂઆતો કરવા છતાં એચ.એચ. વિભાગ તરફથી કોઇ સકારાત્મક પરિણામ મળેલ નથી જે ખૂબ જ ગંભીર બાબત છે.

આથી સંઘ દ્વારા તમામ હકીકતો ઘ્યાને રાખી મુખ્ય મુદ્દાઓ નોટીસરૂપે નીચે મુજબ રજુ કરવામાં આવે છે. ટેકિનકલ સ્ટાફની નવી જગ્યાઓની ભરતી કરતા પહેલા જુના ઇલ. આસી. ની વિનંતીથીથી બદલીના ઓર્ડરકર્યા વગર ખાલી જગ્યાઓ ઉપર નવાને ઓર્ડર આપી ટેકિનલ કર્મચારીઓને મોટો અન્યાય કરે છે અને નાના કર્મચારીઓને વતનથી દુર રાખવામાં આવેલ છે.

ગ્રેજયુએટક ઇલે. આસી.ને 10 ટકા મુજબ જુનીયર આસી.માં સમાવી લેવા અંગને કાર્યવાહી ઘણા સમયથી પૂર્ણ કરવામાં આવેલ નથી અને જે ટેકિનકલ કર્મચારીઓએ કંપનીની એન.ઓ.સી. લીધા વગર ગ્રેજયુએટ પૂર્ણ કરેલ છ અને પરિપત્રોથી અજાણ હોય તેમજ અન્ય કંપનીઓમા આવી કોઇ જોગવાઇ નહી હોવા છતાં તેમને પરીક્ષામાં સમાવેશ કરવા અંગેની નિર્ણય ઘણા સમયથી લેવામાં આવેલ નથી.

વર્ગ 3 અને 4 મા સમયાંતરે ખાલી જગ્યાઓનીભરતી પ્રમોશન અને બદલીના ઓર્ડરો સમયસર કાઢવામાં આવતા નથી જેના કારણે કર્મચારીઓને આર્થિક નુકશાનીની સાથે વધારાનો કાર્યબોજ અને માનસીક હતાશાનો ભોગ બનેલા છે.મીટર સ્ટેટ જે ડિપ્લોમાં હોલ્ડર છે તેમને ગ્રેડ-1 આપવા અંગે કંપનીઓમાં જીયુવીએનએલ અને પૂર્વ જીઇબીના સમયના પરિપત્રોના આધારે નિર્ણયકરવામાં આવેલ છે જયારે ફકત પીજીવીસીએલ કંપનીમાં ઘણા સમયથી સંઘની જગ્યાઓ ઘણા સમયથી સંઘની રજુઆત અંગે કોઇ નિર્ણય લેવામાં આવેલ નથી. સીનીગર ટેકનશિયનની 30 થી વધુ જગ્યાઓ ઘણાસમયથી ખાલી છે જે અંગે ખાતાકીય પ્રમોશનથી જગ્યાઓ ભરવા અંગે કોઇ નિર્ણય લેવામાં આવેલ નથી અને જે કર્મચારીઓની વિનંતીથી બદલીની અરજીઓ છે તેનો કોઇ નિકાલ કરવામાં આવેલ નથી.

આસિસ્ટન્ટ સેક્રેટરી એચ.આર.ની કુલ 7 જગ્યાઓ ઘણા સમયથી ખાલી છે અને પૂર્વ એમ.ડી.શ્રી ના સમયમાં ફીડર કેડરમાં પ્રમોશન આપીભરવાનો નિર્ણય કરવામાં આવેલ હતો તેમજ તે મુજબ જગ્યાઓ ખાતાકીય ઉમેદવારોથી ભરતી કરવા એજીવીકેએસની રજુઆત ઘણા સમયથી કરવામાં આવેલ છે જે અંગે કોઇ સકારાત્મક પરિણામ આજ દિવસ સુધી મળેલ નથી. તો ત્વરીત સદર મુદ્દાનું નિરાકારણ લાવવુ.

કંપનીના જે સબ ડીવીઝનમાં હાલમા નાયબ અધિક્ષકની જગ્યા નથી તે ભરવા સંઘની રજુઆત પેન્ડીંગ છે પરંતુ મેનેજમેન્ટ દ્વારા જીએસઓ-4 મુજબ વધારાના સીનીયર આસી.ની જગ્યા માટે તાત્કાલીક નિર્ણય લઇ લીધેલ છે. જે બેવડા ધોરણોને સંઘ સખત વિરોધ કરે છે અને જયાં સુધી સબ ડીવીઝનમાં નાયર અધિક્ષકની પોસ્ટ ભરવામાં આવે નહી ત્યાં સુધી વધારાના સિનીયર આસી. ની જગ્યા અન્ય સબ ડીવીઝનમાં શીફટ કરવાની સુચના આપવા સઘની રજુઆત પેન્ડીંગ છે.

કોરોના મહામારીનો ભોગ બનેલા વીજ કર્મચારીઓને રૂપિયા રપ લાખનું વળતર તાત્કાલીક ચુકવી આપવા કાર્યવાહી કરવી અને દરખાસ્ત ફિલ્ડમાંથી પુરા માર્ગદર્શન સાથે મંગાવી આ અંગે તાત્કાલીક મૃતકના વારસદારને ચુકવી આપવા કાર્યવાહી કરવાનો નિર્ણટ પેન્ડીંગ છે.કંપનીના જે કર્મચારીઓના બદલીના ઓર્ડરો વતનમાં આવી ગયેલ છે તેમને તાત્કાલીક રીલીવ કરવા અને ખાલી જગ્યાઓને સીનીયોરીટી ઉપરાંત આર્થિક નુકશાન અને કોરોનાના સમયમાં પરિવારથી દુર રહેવાની માનસીક યાતનાનો સામનો કરવો પડેલ છે. જે અંગે મેનેજમેન્ટ જવાબદાર છે. આ અંગે સંઘની  અનેક રજુઆત અંગે કોઇ નિર્ણય કરવામાં આવેલ નથી.આમ, તમામ મુદ્ાઓ અંગે સંઘ દ્વારા સમયાંતરે લેખિત રજૂઆતો નોટિસ અને પત્રોરૂપે કરવામાં આવેલ હોવા છતાં કંપનીના એચ.આર. મેનેજમેન્ટ દ્વારા કોઇ નિર્ણય કરવામાં આવેલ નથી જેના પરિણામે ફિલ્ડમાં કામગીરી કરતા ટેક્નિકલ સ્ટાફ અને નોન-ટેક્નિકલ સ્ટાફમાં ઘેરો અસંતોષ ફેલાયેલ છે જેની ગંભીરતા ધ્યાને લઇ ઉક્ત મુદ્ાઓનું નિરાકરણ દિવસ પંદર (15)માં કરવા જણાવવામાં આવે છે અન્યથા કર્મચારીઓના સામુહિક હિતોનું સામુહિક રક્ષણ કરવા  “તારીખ-01 જૂનના રોજથી વર્ક-ટું-રૂલ સાથે અસહકાર આંદોલન” ચાલુ કરવાની ફરજ પડશે તેમ એજીવીકેએસનાં સીનીયર સેક્રેટરી જનરલ બી.એસ.પટેલ તેમજ એડીશ્નલ સેક્રેટરી જનરલ એમ.એલ. દેશાણીએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here