Abtak Media Google News

ભારતની શેરીએ શેરીએ જોવા મળતી ગેમ એટલે ક્રિકેટ. ભારતનો કોઈ પણ છોકરો એવો નહિ હોય કે જે ક્રિકેટ ન રમ્યો હોય. આવાજ ક્રિકેટરો માંથી વર્ષો પહેલા મળી આવ્યો એક રત્ન જેને આપણે મહેન્દ્રસિંહ ધોની તરીકે ઓળખીએ છીએ. મહેન્દ્રસિંહ ધોની કે જેણે ઇન્ડિયન ક્રિકેટ ટીમ માં પોતાની મહત્વની ભૂમિકા ભજવી છે એક કેપ્ટન તરીકે,એક વિકેટકીપર તરીકે,એક બેટસમેન તરીકે . આમ જોવા જઈએ તો ભારતીય ટીમનો બેસ્ટ કેપ્ટન એટલે એમ એસ ધોની.

કોઇ પણ ટીમને આગળ લાવવા માટે બેસ્ટ લીડરની જરૂર હોય છે કે જે પોતે પાછળ રહીને પણ પોતાની ટીમને પ્રગતિના પંથ તરફ લઈ જાય. ધોની પોતાની કેપ્ટનશીપ હેઠળ આ કાર્યને પણ પાર પાડયું હતું. સ્ટમ્પ પાછળ રહીને આખો મેચ બદલવાની ક્ષમતા ધરાવનાર ક્રિકેટર એટલે ધોની. કેપ્ટનશીપ તો કોઈપણ કરી શકે પરંતુ શાંત સ્વભાવ છે દરેક વ્યક્તિ તક આપવી એ કાર્ય દરેક વ્યક્તિ કરી શકે નહીં. તેથી તો મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન કૂલ તરીકે ઓળખવામાં આવે છે.

Screenshot 5 3

જેણે પોતાના જીવનમાં બધા જ દિવસોનો સામનો કર્યો છે તેવા વ્યક્તિનો જન્મ એટલે કે મહેન્દ્ર સિંહ ધોનીનો 7 july 1981માં થયો હતો નાનપણથી જ તેને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હતો . તે બાળપણમાં વોલીબોલ અને બેડમિંટન જેવી રમતો પણ રમતો ત્યારબાદ ક્રિકેટમાં રસ જાગતા સ્કુલ ટીમ દ્વારા તેણે વિકેટ કીપિંગ કરાવવામાં આવતી હતી.યુવાન થયા બાદ માતા પિતાની ખુશી માટે બીજા રસ્તાઓ પર પસંદ કર્યા છે. તેના રસ્તાઓ અલગ હતા પરંતુ લક્ષ્ય ફક્ત એક જ હતો ક્રિકેટ. ગમે તેવા ખરાબ સંજોગોમાં પણ ક્રિકેટના છોડતા જ આજે તે ક્રિકેટનો બેતાજ બાદશાહ જણાય છે. ભારતીય ક્રિકેટ ટીમમાં અનેક ધૂરંધર ક્રિકેટર હતા પરંતુ ધોનીના આવ્યા બાદ ટીમ નો નકશો જ બદલાઈ ગયો. ઝારખંડની જુનિયર ક્રિકેટ ટીમ થી લઈને વર્ષ ૨૦૨૦ સુધી ધોનીની સફર અત્યંત સુંદર હતી. તો ચાલો કરીએ એક નજર કરીએ તેના જીવન પર:

વર્ષ 1998માં તેણે જુનિયર ક્રિકેટથી ટુર્નામેન્ટ રમવાની શરુઆત કરી હતી. પોતાની ક્રિકેટ કારકિર્દીમાં તેને ક્યાંક સફળતાની સીડી પ્રાપ્ત થઈ છે તો ક્યાંક નિષ્ફળતા જેવી અડચણો પણ તેણે જોઈ છે.

Screenshot 4 4

ઈ.સ 2004માં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનો પગપેસારો કર્યો અને વનડે મેચ દ્વારા ટીમ ઇન્ડિયામાં રમવાની શરૂઆત કરી. આ મેચમાં તે પોતાનું કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો પરંતુ આગળની પાકિસ્તાન સામેની સિરીઝમાં 123 બોલમાં 148 રન મારીને સૌને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ જ તે લોકમુખે છવાઈ ગયો હતો અને આજે પણ છે.

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં ધોની જ એક એવો કેપ્ટન હતો કે જેણે ત્રણેય ટ્રોફીઓ પર પોતાનો કબજો જમાવ્યો હતો જેમાં વર્ષ 2007માં T20 WORLD CUP, વર્ષ ૨૦૧૧માં વન ડે WORLD CUP અને વર્ષ 2013માં ICC champions trophyના ખિતાબ જીતી ચૂક્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.