સોશિયલ મીડિયા અને ડિજિટલ ન્યુઝ કંપનીઓને એક લાઠીએ દોરવાની ચાલ સરકારને મોંધી પડી જશે!!

સોશિયલ મીડિયાના વાયરલ ‘વાયરસ’ પર રોક લગાવવા નવા નિયમો યોગ્ય પણ એ જ નિયમો ડિજિટલ ન્યુઝ કંપનીઓ માટે લાગુ કરવાની યોજના મોટી અડચણ ઉભી કરી શકે!!

ડિજિટલ ન્યુઝ કંપની અને સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મને એક સાથે જોડતા નવા નિયમોથી પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ બગડ તો નવાઇ નહીં!!

સોશ્યલ મીડિયાના વાયરલ ‘વાયરસ’ પર નિયંત્રણ લાદવા સરકારે નવા નીતિ-નિયમો ઘડી કાઢયા છે. સોશ્યલ મીડીયા જાયન્ટસ, ઓટીટી પ્લેટફોર્મ અને ડીજીટલ મીડિયા ન્યુઝ માટે ઇન્ફોમેશન ટેકનોલોજી રૂલ્સ-2021 હેઠળ નવી માર્ગદર્શિકા જારી કરી છે. સામાન્ય રીતે જોઇએ તો આ ત્રણેય પ્લેટફોર્મ છે અલગ પરંતુ કામ સંયુકત રીતે કરે છે. એટલે કે આ ત્રણેય પ્લેટફોર્મ એક સાથે સંકળાયેલા છે. પરંતુ ત્રણેયના કામ ભૂમિકા અને જવાબદારી અલગ અલગ છે જો સરકારે આ ત્રણેય પ્લેટફોર્મને સુનિયોજીત કરી નિયંત્રણ હેઠળ રાખવા છે તો આ માટે અલગ અલગય નિયમો બનાવવા જરુરી છે. પરંતુ તાજેતરમાં  સરકારે જારી કરેલા નવા નિયમો જાણે સોશ્યલ મીડિયા, ડીજીટલ ન્યુઝ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ એક જ હોય, તેમ એક સરખા જ નિયમો બનાવ્યા છે. સોશ્યલ મીડિયા અને ડીજીટલ ન્યુઝ મીડીયા પર ગેરકાયદે કમેન્ટસ, ક્ધટેન્સ અને ખોટા સમાચારો રોકવા સરકારે જે નિયમો બહાર પાડયા તે પાછળનો હેતુ તો યોગ્ય અને સારો જ છે પરંતુ ત્રણ અલગ અલગ પ્લેટફોર્મ અને એમાં પણ ખાસ સોશ્યલ અને ડીજીટલ ન્યુઝ મીડિયાને એક લાઠીએ દોરવાની ચાલ સરકારને મોંધી પડી જાય તો નવાઇ નહીં.

સોશ્યલ મીડિયા કંપનીઓમાં ફેસબુક, યુ ટયુબ, ટવિટર, ટેલીગ્રામ, ઇન્સ્ટ્રાગ્રામ અને સીગ્નલ જેવા પ્લેટફોર્મનો સમાવેશ થાય છે જે લોકોને એક મંચ પુરુ પાડે છે કે જેની પર લોકો પોતાના વિચારો રજુ કરી શકે છે. કોલીંગ, વીડીયો કોલીંગ અથવા તો લાઇવ થઇ લોકો દુર રહેવા છતાં પણ એકબીજા સાથે સતત સંકલિત થઇ શકે છીે. આ પ્લેટફોર્મ ઉપર આ સિવાય અખબારો, ન્યુઝ પોર્ટલ પોતાના સમાચારો પણ પ્રકાશિત કરી શકે છે જયારે ડીજટલ ન્યુઝ કંપનીઓ કે જેમાં સમાચાર પ્રકાશિત કરતી કંપનીઓનો જ સમાવેશ થાય છે જેમ કે, ડેઇલી હંટ, આઇએમ ગુજરાતી કે અન્ય કોઇ ન્યુઝ પોર્ટલ અને વેબસાઇટ, સરકારે આ બન્ને કંપનીઓના પ્લેટફોર્મને એક જ લાઠીથી દોરવાનો પ્રયત્ન કર્યો છે જે પરિસ્થિતિને સુધારવાની જગ્યાએ વધુ બગાડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ન્યુઝ ક્ધટેન્ટ માટે અગાઉથી જ ઘણાં કાયદા કાનુન છે જેનું પાલન ન્યુઝ પોર્ટલ, ન્યુઝ પેપર અને ટીવી ચેનલોએ કરવાનું જ હોય છે. સમાચાર પ્રકાશિત કરતી કોઇપણ સંસ્થાઓમાં ન્યુઝ પેપરમાં છપાઇ આવે એ વખતથી લઇ લોકો સુધી પહોંચે ત્યાં સુધીની એક અલગ વ્યવસ્થા હોય જ છે જેને સેલ્ફ રેલ્યુલેશન પણ કહી શકાય જેનો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ફેસબુક, યુ ટયુબ, ઇન્સ્ટ્રાગ્રામ અને ટવિટર પર સંપૂર્ણ પણે અભાવ હોય છે. યુઝર્સને જે મનમાં આવ્યું તે બળાકપણે બોલી નાખે છે.

આ જ હિંસા અને વર્ગ- વિગ્રહનું કારણ બને છે. આથી જે નવા નિયમો છે એ ખાસ સોશ્યલ મિડિયા માટે જ લાગુ કરવા જોઇએ એમ ઘણાં નિષ્ણાંતો અને ન્યુઝ પબ્લિર્સનું કહેવું છે.

સરકારના નવા નિયમ અનુસાર સોશ્યલ મીડીયા, ડીજીટલ ન્યુઝ મીડિયાએ ફરજીયાતપણે એક ફરીયાદ નિવારણ અધિકારીની નિમણુંક કરવાની રહેશ. પરંતુ ડીજીટલ ન્યુઝ મીડિયા માટે આ શકય નથી ખાસ કરીને આની અસર નાની અને મઘ્યમ કક્ષાની જે કંપનીઓ છે તેને થશે, વધારાના ખર્ચ ઉભો થશે દર મહિને ફરીયાદ અને નિવારણનો અહેવાલ આપવાનું પણ નિયમમાં જણાવાયું છે. જેનાથી ડીજીટલ ન્યુઝ મીડિયા પર દબાણ પણ વધવાની શંકા છે.