- મેઘપર બોરીચીમાં થયેલ 23 વર્ષીય યુવતીની હ*ત્યાનો ભેદ ઉકેલાયો
- આરોપી કરણ સોલંકી અને સાવકા ભાઈ વિશાલ ખેમનાણીની ધરપકડ
- બંને આરોપીઓએ સાથે મળીને ઘટનાને અંજામ આપ્યો
અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં અજાણ્યા શખ્સે તિક્ષ્ણ હથિયાર મારી 23 વર્ષીય પાયલ ઉતમચંદાણીની હત્યા નીપજાવી હતી. જે અંગે PI એ.આર.ગોહિલે પોલીસની જુદી-જુદી ટીમો બનાવી સી.સી.ટી.વી ફુટેજના આધારે તેમજ હ્યુમનસોર્સના આધારે આરોપીઓને ઝડપી પાડયા છે. મર્ડરનો ગુનો કરનાર આરોપી કરણ સોલંકી અને ગુનાહિત કાવતરું રચના૨ આરોપી સાવકભાઈ વિશાલ ખેમનાણીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ મૃતક યુવતી સાથે આરોપી કરણ સોલંકીએ જબરજસ્તી-પૂર્વક મિત્રતામા રહેવાનું દબાણ કરતા યુવતીએ પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. તેમજ સાવકા ભાઇ વિરુધ્ધ અગાઉ ફરિયાદ કરી હોવાની ફરિયાદનો દ્વેષ રાખીને બંને આરોપીઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં અજાણ્યા શખ્સે તિક્ષ્ણ હથિયાર મારી પાયલ ઉતમચંદાણીની હ-ત્યા નીપજાવી નાખી હોવાનો બનાવ સપાટી પર આવતા પોલીસ બેડામાં દોડધામ મચી હતી.
PI એ.આર.ગોહિલે તુંરત પોલીસની જુદી-જુદી ટીમો બનાવી આજુબાજુના CCTV ફુટેજ એનાલીસીસ તેમજ વર્ક આઉટ કરી તેમજ હ્યુમનસોર્સ આધારે મો*ત નિપજાવનાર આરોપીઓ મર્ડરનો ગુનો કરનાર આરોપી કરણ સોલંકી અને ગુનાહિત કાવત્રૂ રચના૨ આરોપી વિશાલ ખેમનાણી (મરણજનારનો સાવકો ભાઈ)ને રાઉન્ડઅપ કરી ક્યા મુદ્દે હ-ત્યા કરી પૂછપરપરછ કરતા જાણવા મળ્યું કે,આરોપી કરણ સોલંકીને મરણજનાર સાથે છેલ્લા બે વર્ષથી મિત્રતાનો સંબંધ હતો. જેથી મરણજનારને કરણ સોલંકી સાથે અવાર-નવાર ઝગડા થતા હતા.
તેથી મરણજનારે આરોપી સાથે મિત્રતા રાખવાની ના પાડતા આરોપી કરણ સોલંકીએ જબરજસ્તી-પૂર્વક મરણજનાર સાથે મિત્રતામાં રહેવાનું દબાણ કરતા મરણજનારએ તેના પર પોલીસ ફરિયાદ કરવાનુ કહેતા આરોપી કરણ સોલંકીને તે વાતનું મન ઉપર લાગી આવતા તેણે પોતાનો મિત્ર તથા મરણજનારનો સાવકો ભાઈ એવો વિશાલ ખેમનાણીને આરોપી કરણ સોલંકીએ વાત કરેલ કે તારી બહેન મારી પર ખોટી ફરિયાદ કરવાની વાત કરે છે. જેથી આ વિશાલ ખેમનાણીએ કહેલ કે મારી બહેને અગાઉ મારા પર ફરિયાદ કરેલ હતી અને અમારૂ મકાન પણ પડાવી લીધુ હતું.
આ કામગીરીમાં પ્રો.આઈ.પી.એસ વિકાસ યાદવ સાહેબ, અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ,પોલીસ સબ ઈનસપેક્ટર એસ.જી.વાળા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા
અહેવાલ : ભારતી માખીજાણી