Abtak Media Google News

બ્રહ્માંડનું રહસ્ય ‘એક તારો હજાર તારા’

ફૂલો કા તારો કા સબકા કહેના હૈ……

બ્રહ્માંડનું રહસ્ય આજે પણ મનુષ્ય માટે અકબંધ છે. વિશ્વના ટોચના વૈજ્ઞાનિકો બ્રહ્માંડના આ રહસ્યોને ઉકેલવા ધમપછાડા કરી રહ્યા છે. પરંતુ હજુ પર સાચા ઉત્તર મળતાં નથી. બ્રહ્માંડમાં તારાની ઉત્પત્તિ, વિકાસ, રચના સહિતના પાસાઓની છણાવટ ઘણી કરવી મહેનત માંગી લેતું કામ છે. જોકે, હિન્દૂ ધર્મના પુરાણો , વેદોમાં આ બાબતે ખૂબ પ્રકાશ પાડવામાં આવ્યો છે. ગ્રહો અને તેનાથી થતી માનવ, શ્રુષ્ટિ, ૠતુચક્રની અસરોનો ઉલ્લેખ ઠેર ઠેર જોવા મળ્યો છે. 16મી સદીમાં ઇંગ્લેન્ડ ખાતે પ્રથમ શાળા શરૂ કરાઈ તેના હજારો વર્ષ પહેલાં ભારતમાં અસંખ્યો ગુરુકુળ હતા. જેમાં ખગોળશાસ્ત્ર, નીતિ શાસ્ત્ર, રાજ શાસ્ત્ર, ચિકિત્સા શાસ્ત્ર અને વિમાન શાસ્ત્ર જ્ઞાન આપવામાં આવતું. આશ્રમ શાળા હોવાથી રાત્રે ખગોળીય ઘટનાનું તલસ્પર્શી જ્ઞાન ગુરુ દ્વારા છાત્રોને આપવામાં આવતું. ભારતીય ખગોળ શાસ્ત્ર સદીઓથી આધુનિક રહ્યું છે. વર્તમાન વિજ્ઞાનમાં સમયમાં પણ ભારતીય ખગોળીય જ્ઞાન પાસેથી ઘણું શીખવામાં આવે છે. તારાની ઉત્પતિ તેનો વિનાશ અને તેમાંથી બનતા અનેક તારાની વિગતો સદીઓથી માનવ સમાજને ધાર્મિક ગ્રંથોએ આપી જ છે. દરમિયાન હવે વૈજ્ઞાનિકોને બ્રહ્માંડનું રહસ્ય સમજવા માટેના પરીક્ષણ દરમિયાન એક જૂજ કહી શકાય તેવી ઘટનાના સાક્ષી થયા છે. ભારતીય વૈજ્ઞાનિકોને સુપરનોવા બ્લાસ્ટ જોવા મળ્યું હતું. આ એક એવા પ્રકારનો લાસ્ટ છે. જેમાં તારા નાશ પામ્યાં બાદ સુરજ જેટલી ઉર્જા ઉત્પન થાય છે. ત્યારબાદ સમયાંતરે અન્ય શાળાનું નિર્માણ થાય છે.

આ સંશોધનમાં અમેરિકા, યુ.કે, કેનેડા, આયર્લેન્ડ, ઇટાલી, સ્વીડન અને કોરિયા સહિતના દેશના 16 સંશોધકો પણ જોડાયા હતા. આ સંશોધન આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ઓફ ઑબસર્વેશનલ સાયન્સ ખાતે થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.