નદીમ-શ્રવણ ની જોડી હંમેશા માટે તૂટી, તેને બનાવેલા ગીતો આજે પણ સદાબહાર

0
16

કોરોના મહામારી વચ્ચે ફિલ્મજગતને ફરી પાછો મોટો ઝટકો લાગ્યો. નદીમ-શ્રવણ તરીકે જાણીતી મ્યુઝિક ડિરેક્ટરની જોડી માંથી, શ્રવણ રાઠોડે વિશ્વને અલવિદા કહ્યું છે. ભારતીય સંગીત ઉદ્યોગમાં શ્રવણનો મોટો ફાળો હતો. નદીમ અખ્તર સૈફીની સાથે તેમણે બોલિવૂડમાં ઘણા સારા ગીતો આપ્યા હતા.

શ્રવણ રાઠોડ થોડા સમય પહેલા કોરોના પોઝીટીવ આવ્યા હતા. તેમના પુત્ર અને પત્નીને પણ ચેપ લાગ્યો હતો. પરિવારને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આવી સ્થિતિમાં જ્યારે શ્રવણે અંતિમ શ્વાસ લીધા ત્યારે તેના પરિવારના કોઈ સભ્ય તેની સાથે ન હતા.

નદીમ-શ્રવણ ના યાદગાર ગીતો

મેરા દિલભી કિતના પાગલ હૈ – સાજન
દુલ્હે કા સહેરા સુહાના લગતા હૈ – ધડકન
ધીરે ધીરે સે મેરી ઝીંદગીમેં આના – આશિકી
જીતા થા જિસકે લિયે – દિલવાલે
તું પ્યાર હૈ કિસી ઓર કા – દિલ હૈ કી માનતા નહીં
તેરી ઉમ્મીદ તેરા ઇન્તેઝાર કરતે હૈ – દિવાના
કિતની હસરત હૈ હમે તુમસે દિલ લગાનેકિ – સૈનિક
કિસી દિન બનૂંગી રાજા કી રાની – રાજા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here