Abtak Media Google News

21 લાખથી વધુ લોકોએ સીએમના ચહેરા માટે આપેલા અભિપ્રાય પરથી નામ નક્કી કરાયું હોવાનો આપનો દાવો

પંજાબમાં આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ભગવંત માનનું નામ જાહેર કર્યું છે. અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી હતી. આ પહેલા આમ આદમી પાર્ટીએ 17 જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યા સુધી મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે લોકો પાસેથી અભિપ્રાય માંગ્યો હતો. આપનો દાવો છે કે પંજાબમાં આપને સીએમ ઉમેદવાર બનાવવા માટે 21 લાખથી વધુ લોકોએ પોતાનો અભિપ્રાય મોકલ્યો છે. દાવા મુજબ 17 જાન્યુઆરી સુધી 21.59 લાખ લોકોએ વોટ્સએપ, કોલ અને મેસેજ પર સીએમ ઉમેદવારના ચહેરા પર સૂચનો આપ્યા છે.

પંજાબમાં 20 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. પંજાબ વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 117માંથી 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અગાઉ 14 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની હતી, પરંતુ રવિદાસ જયંતિના કારણે તેને આગળ ખસેડવામાં આવી છે.

પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે અન્ય પાર્ટીઓ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે અન્ય પક્ષો તેમના પુત્ર, વહુ અથવા ઘરના માણસને સીએમ ચહેરો બનાવતા હતા પરંતુ આપએ તેમ કર્યું નથી. કેજરીવાલે કહ્યું કે ભગવંત માન મારા નાના ભાઈ છે. જો મેં તેમનું નામ સીધું આપ્યું હોત તો ભત્રીજાવાદના આક્ષેપો થયા હોત, લોકો કહેતા કે કેજરીવાલે તેમના ભાઈને ઉમેદવાર બનાવ્યા. તેથી આ નિર્ણય જાહેર મતદાન દ્વારા લેવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.