Abtak Media Google News

ભાડલા ગામે “જન સુખાકારી કેમ્પ” ખુલ્લો મુકાયો

 

અબતક-રાજકોટ

જસદણ તાલુકાના ભાડલા ખાતે “જનસુખાકારી કેમ્પ” ખુલ્લો મુકતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ સેવાસેતુ કેમ્પનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની લોકકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી સરળતાથી ઉપલબ્ધ બને તે માટે જરૂરી કાર્ડ અને દાખલાઓ એક જ સ્થળેથી લોકોને મળી રહે તે માટે કેમ્પનું આયોજન કરવામાં આવતા હોય છે. રાજય સરકારના સંવેદનશીલ અભિગમના ભાગરૂપે વિવિધ સેવાઓ લોકોને ઘર આંગણે મળી હતી.

 

મંત્રીએ કેમ્પ ખાતે ઉપસ્થિત જનસુમહને ભરોસો આપ્યો હતો કે, દરેક જરૂરિયાતમંદ લોકોને સરળતાથી દા ખલાઓ તેમજ કાર્ડ મળી જશે. એક પણ લાભાર્થી કાર્ડ કે દાખલા વગર રહી ના જાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.

 

સાંજે 5:30 કલાકની સ્થિતિએ આધારકાર્ડ 100, રેશનકાર્ડ 80, એન.એફ.એસ.એકાર્ડ 64, આવકના દાખલા 34, જાતિના દાખલા 2, આયુષ્માનકાર્ડ 53, વૃદ્ધ – વિધવા સહાયના 17, સમાજ કલ્યાણના 8, બાળકોના આધારકાર્ડ 71, કોરોના વેક્સિનેશન 68સહીત 500થી વધુ દાખલાઓ સહિતની સેવા-સુવિધા એક છત્ર નીચે પુરી પડાઈ તેમજ 1554 પશુઓનુ રસીકરણ કરવામાં આવ્યું છે.

 

તેમજ આ કામગીરી હજુ ચાલુ રહેશે તેમ પ્રાંત અધિકારીએજણાવ્યું હતું. આ તકે કોરોના વેક્સિનેશન કેમ્પનું ખાસ આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા મામલતદાર એલ.ડી. ઝાલા, ટી.ડી.ઓ યશવંતકુમાર પટેલ, હેલ્થ ઓફિસર ડો. મેહુલ ગોસાઈ,  આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાસા દવે, સમાજ કલ્યાણ, આરોગ્ય, પંચાયત, મહેસુલ સહિતના વિભાગની કચેરીઓનો સહકાર પ્રાપ્ત થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.