Abtak Media Google News

વઢવાણમાં ભગવાન મહાવીર સ્વામીના પગલા અને દેરાસરના વિકાસ માટે આયોજન કરવામાં આવે તો જૈનતીર્થ આકાર પામી શકે

વઢવાણ શહેરની વિકાસોન્મુખ, શાંતિ, પવિત્રતા, સમૃઘ્ધિ, સંસ્કારીતા અને સામાજીક એકતામાં જૈન ધર્મ અને જૈન શ્રાવકોનું અમુલ્ય યોગદાન

 

અબતક, શબનમ ચૌહાણ

સુરેન્દ્રનગર

વઢવાણ શહેર અને ઈતીહાસ અને આધ્યાત્મનો અમૂલ્ય વારસો ધરાવે છે આ શહેરની વિકાસોન્મુખ સ્થિરતા, શાંતિ, પવિત્રતા, સમૃધ્ધિ, સંસ્કારીતા અને સામાજીક એકતામાં જૈન ધર્મ અને જૈન શ્રાવકોનું અમૂલ્ય યોગદાન રહેલું છે જૈન શાસ્ત્રોમાં આર્યોના ૨૫ ૧/૨ દેશ ગણાવેલ છે એ મુજબ આ પ્રદેશ નવમો હતો ભગવાન મહાવીર સ્વામીના મુળ નામ ઉપરથી આ શહેરનું નામ વર્ધમાનપુર રાખવામાં આવેલ હતુ જે અપભ્રંશ થતા આજે વઢવાણ થઈ ગયું છે તેમ કહેવાય છે.

પુર્વેની વેગમતી અને હાલની ભોગાવો નદીના કાંઠે વસેલા વઢવાણમાં નદી કિનારે શાંત રમણીય વિસ્તારમાં આવેલ ભગવાન મહાવીરના પગલા અને દેરાસરની જગ્યા જૈન ધર્મપ્રેમીઓની શ્રધ્ધાનું કેન્દ્ર છે. ભગવાન મહાવીર સ્વામી વઢવાણ કયારે પધારેલા.. અને આ પ્રાચીન દેરાસર સૌપ્રથમ કોણે બંધાવેલ હતુ કયારે બંધાવેલ હતું તે વિશેની કોઈ નોંધ ગ્રંથો કે પુસ્તકોમાં મળતી નથી વિક્રમની નવમી સદીમાં વિદ્યાધર ગચ્છના આચાર્યોએ વઢવાણમાં સ્થાપનાતિર્થ બનાવ્યા હતા તેવી વિગત જૈન પરંપરાનો ઈતિહાસ નામના પુસ્તકમાંથી મળે છે. આ પુસ્તક મુનિ દર્શન વિજયજી ીજ્ઞાન વિજયજી તથા  ન્યાય વિજયજી મહારાજા સંપાદીત હતુ..!

વઢવાણમાં મહાવીર સ્વામીના  પગલા અને તેના દેશ વિશે એક રસપ્રદ વાત એવી જાણવા મળે છે કે, ગુજરાતના રાજા કુમારપાલે સાંગણ ડોડીયાને વશ કરવા માટે વયોવૃધ્ધ છતાં બાહોશ અને શૂરવીર મહામાત્ય ઉદયને સાંગણને પરાજીત કર્યો હતો પરંતુ તેઓ ખુદગંભીર રીતે ઘાયલ થયા હતા પરત પાટણ જતી વખતે તેમનું લશ્કર જયારે વઢવાણ પહોંચ્યુ ત્યારે વૃધ્ધ વસ્થા અને ઈજાને કારણે અશકત બની ગયેલા ઉદયનમંત્રીને લાગ્યુ કે પોતે વધુ સમય નહિ જીવે ત્યારે તેમણે અંતિમ ઈચ્છા વ્યકત કરેલ કે, મૃત્યુ પહેલા કોઈ જૈન મુનિરાજ તેમને અંતિમ આરાધના સંભળાવે રાજાના માણસો ગામમાં જૈન મુનિરાજને શોધવા નીકળ્યા ત્થા જૈન મુનિ મહારાજ સ્વામીના પગલા અને દેરાસર શ્રધ્ધાનુ કેન્દ્ર બનેલા છે.

જૈનસંઘો અને જૈન શ્રેષ્ઠીઓની અનન્ય ધર્મભાવનાથી ઝાલાવાડમાં અનેક જૈન તિર્થો નો વિકાસ થયેલ છે વઢવાણના ભગવાન મહાવીર સ્વામીના પગલા અને દેરાસર ના વિકાસ માટે આયોજન કરવામાં આવે તો એક સુંદર આધ્યાત્મના કેન્દ્ર જેવું જૈનતિર્થ આકાર પામે તેમ છે વઢવાણના ધોળીપોળ પુલથી આ દેરાસર સુધી ભોગાવાના કાંઠેકાંઠે રીવર ફ્રન્ટ જેવા રસ્તાનું નિર્માણ કરવામાં આવે તો મહાવીર સ્વામીના પગલા- દેરાસર સુધીની અવર-જવર સરળ બને તેમ છે આ પિવત્ર જગ્યાનો તિર્થ તરીકે વિકાસ કરવામાં આવે તો વઢવાણને આગવી ઓળખ મળે તેમ છે. રાજય સરકાર દ્વારા પ્રવાસનને વેગ આપવા માટે અનેક ઐતિહાસીક સ્મારકોનો વિકાસ કરવામાં આવે છે ત્યાં જૈન ધર્મના ભવ્ય ઈતીહાસની ગવાહી પુરતા વઢવાણના મહાવીર સ્વામીના પગલા અને દેરાસરના વિકાસ માટે આયોજન કરવામાં આવે તે આવશ્યક છે આ માટે સ્થાનિક સાંસદ, ધારાસભ્ય, જૈન આગેવાનોએ સાથે મળીને સરકારમાં ભારપુર્વક રજુઆત કરવી જોઈએ.

વઢવાણમાં રચાયેલા જૈન સાહિત્યના ગ્રંથો જેસલમેરમાં સુરક્ષિત પડયા છે. વઢવાણ સહિત્યના આધ્યાત્મીક કેન્દ્રો ઉપર જૈનાચાર્યો દ્વારા મોટાપ્રમાણમાં  સાહિત્યનું સર્જન કરાયું હતુ! મુસ્લીમકાળમાં મંદિરો ઉપર આક્રમણ કરીને તેમાં સંગ્રહીત સાહિત્યનો નાશ કરવાની પ્રવૃતિએ વેગપકડતા અમુલ્ય જૈન સાહિત્યને સાચવવા અને સુરક્ષીત રાખવા માટે જૈનાચાર્યોએ જેસલમેર (રાજસ્થાન) ની પસંદગી કરી હતી. ચારે તરફ ગાઉના ગાઉ સુધી રેતીના ઢગ અને મેદાનો વચ્ચે આવેલા જેસલમેરમાં વઢવાણ ઉપરાંત પાટણ, ખંભાત, ભરૂચ, વડનગર થી જૈન સાહિત્ય ગ્રંથો લાવીને સુરક્ષીત રાખવામાં આવ્યા હતા. ઐતિહાસિક વઢવાણ શહેર સાહિત્ય સાધનાનું કેન્દ્ર હતું

ઐતીહાસીક શહેર વઢવાણ પ્રાચીન સમયમાં જૈન સાહિત્ય સાધનાનું કેન્દ્ર બન્યુ હતુ! જેન ધર્મના અનેક આચાર્યોએ વઢવાણની ધરતી ઉપર સાહિત્ય સાધના કરીને ધાર્મિક ગ્રંથોની રચના કરેલ છે. સોલંકીકાળમાં વઢવાણ દિગંબર જેન સંપ્રદાયનું મુખ્ય મથક હતુ! ઈ.સી.૭૮૩માં દિગંબર જીનસેન સૂરીજીએ વઢવાણના ચૈત્યોમાં હરિવંશપુરાણ નામે જૈનપુરાણની રચના કરી હતી. આચાર્ય દેવસૂરીજીએ સંવત ૧૨૫૪માં વઢવાણમાં પઉમ ચરિય નામના ગ્રંથની રચના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.