Abtak Media Google News

કોરોનાના નવા સ્ટેઇનવિપરીત સ્થિતિ હવે બેકાબુ બનશો જતો હોય તેવી પરિસ્થિતિમાં આભ ફાટ્યું હોય ત્યાં થીગડુ ક્યાં દેવું તેવી સ્થિતિ વચ્ચે માત્ર ને માત્ર સરકારી હોસ્પિટલો અને સરકારી તંત્ર પર નિર્ભર રહેવું હવે પાલવે તેમ નથી કંટ્રોલરૂમ ચાલુ કરવામાં આવ્યા છે પરંતુ પ્રજાને છેલ્લી ઘડીએ કામ આવવામાં કામ આવતા નથી કંટ્રોલરૂમ ઔપચારિક બની ગયા હોય તેમ વિપરીત પરિસ્થિતિમાં ફસાયેલા દર્દીઓ અને દર્દીઓના સગાઓને કંટ્રોલ રૂમ પરથી યોગ્ય નિરાકરણ અને સાંત્વના ના બદલે સરકારી રાહે જવાબ મળી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે ખાસ કરીને હવે કોરોના જયારે બેકાબુ બન્યો છે તેવી પરિસ્થિતિમાં લોકોની વહારે ફરી એકવાર સૌરાષ્ટ્રની અને રાજ્યની સેવાભાવી સંસ્થાઓએ પોતાની માનવસેવાનો ધર્મ બજાવવાનો સમય આવી ગયો છે બિન સરકારી ધોરણે ચલતી માનવતાવાદી સંસ્થાઓમાં માનવ સેવા એ પરમો ધર્મ ગણવામાં આવે છે અત્યારે કોરોના ની પરિસ્થિતિ માં સરકારી હોસ્પિટલ સરકારી તંત્ર ક્યાંકને ક્યાંક મર્યાદા માં રહીને કામ કરતું હોય હવે કોરોના સામે મહાઅભિયાન પાડવાની જરૂર છે યુદ્ધના ધોરણે સંક્રમિત ઓનું ચેકિંગ, પોઝિટિવ દર્દીઓ ની તાત્કાલિક સારવાર,પથારી વેન્ટિલેટર દવાઓ ઇન્જેક્શનો ની જરૂરિયાતો પૂરી કરવાથી લઈને દર્દીઓ અને દર્દીઓના સગાઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે સરકારી રાહે ચાલતી વ્યવસ્થાની સાથે સાત મદદરૂપ થવા માટે બિનરાજકીય સેવાભાવી સંસ્થાઓ અને રાજદ્વારી આગેવાનોએ આગળ આવવાની હવે જરૂરિયાત ઊભી થઇ છે “એક અકેલા થક જાયે તો મિલકર બોજ ઉઠાના સાથી હાથ બઢાના….ન મુદ્રાલેખ સાથે હવે કોરોના સામેની આ લડાઈ માં સરકારને સામાજિક સંસ્થાઓ અને સમાજ શ્રેષ્ઠીઓ ની સહાય ની જરૂરિયાત ઊભી થઈ છે સરકારી રાહે ચાલતી વ્યવસ્થા ના બદલે સેવાભાવી સંસ્થાઓ દ્વારા જો સમાજના ઉત્તર દાયિત્વ નિભાવવા ના પોતાના ધર્મને કોરોનાની કટોકટીમાં સેવાનું માધ્યમ બનાવે તો અત્યારની પરિસ્થિતિમાં તંત્ર ત્યાં પહોંચી શકતું નથી તેવી જગ્યાએ સેવાભાવી સંસ્થાઓ નું નેટવર્ક લોકોને રાહત રૂપ બની શકે તેવા વહેલાસર સમજી લેવી જરૂરી બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.