શનિવારે ગુજરાત ભાજપના નવા પ્રભારી ભુપેન્દ્ર યાદવ અમિત શાહની હાજરીમાં જવાબદારી સંભાળશે

amit shah | bhajap | national | political
amit shah | bhajap | national | political

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતના નવા પ્રભારી પદે રાજસનના રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવની નિયુક્તિ કરી છે. વર્તમાન પ્રભારી ડો.દિનેશ શર્મા ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન બન્યા હોવાી તેઓ પ્રભારી પદેી મુક્ત શે. શુક્રવારે સોમના ખાતે વર્તમાન પ્રભારી ડો.શર્માનો વિદાય સત્કાર અને નવા પ્રભારી યાદવના સ્વાગતનો કાર્યક્રમ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્િિતમાં યોજાનાર છે.

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કારોબારીની વિગતો આપતા જણાવ્યું હતું કે, પ્રદેશ કારોબારીમાં સૌ પ્રમ વખત રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ ઉપસ્તિ રહીને માર્ગદર્શન આપવાના છે. આ પ્રસંગે રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતિષ, પ્રમુખ તરીકે તેઓ પોતે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમ રૂપાલા વગેરે ઉપસ્તિ રહેશે. આ ઉપરાંત રાજ્યભરના પાંચસો જેટલો કારોબારી સભ્યો, આમંત્રિતો અને અપેક્ષિતો ઉપસ્તિ રહેશે. કેટલાક કારણોસર અગાઉના કાર્યક્રમમાં આંશિક ફેરફાર તાં એક દિવસ એડવાન્સમાં બેઠકો મળી રહી છે. હવે ૨૦મીએ પ્રદેશ બેઠક અને ૨૧-૨૨ પ્રદેશ કારોબારી મળશે. ૨૨મીએ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન ડો.દિનેશ શર્માનું સન્માન કરાશે. જ્યારે નવા પ્રભારી ભૂપેન્દ્ર યાદવનું સ્વાગત શે. કારોબારીમાં પ્રમ દિવસે રાજકીય પ્રસ્તાવ અને કેન્દ્ર તા ગુજરાત સરકારની કામગીરીને બિરદાવતા ઠરાવ પસાર કરાશે. બીજા દિવસે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ કાર્યકરોને માર્ગદર્શન આપશે. રાષ્ટ્રીય અધ્યક્ષ એક જ દિવસ માટે સોમના રોકાશે.

ગુજરાતના પ્રભારી પદે રાજસનના સાંસદ અને રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવની નિયુક્તિ કરવામાં આવી છે. ૧૯૯૮માં રામદાસ અગ્રવાલ અને ૨૦૦૩માં ઓમ માુર પછી આ ત્રીજા રાજસનના મૂળ વતની એવા ગુજરાતના પ્રભારી નિયુક્ત યા છે. પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું કે, યાદવ કેન્દ્રીય ચૂંટણી વ્યવસ પ્રભાગ અને લીગલ સેલના પ્રભારી તરીકે જવાબદારી નિભાવે છે. સુપ્રીમ કોર્ટના એડવોકેટ હોવા ઉપરાંત રાજ્યસભાના સાંસદ તરીકે પ્રવર સમિતિના ચેરમેન પણ હાલ છે. સંગઠનમાં મંત્રી પદે ઉત્તરપ્રદેશ, રાજસન, બિહાર, ઝારખંડ સહિતના રાજ્યોમાં ચૂંટણી ઇન્ચાર્જ તરીકે ચૂંટણી વ્યવસ, પ્રચાર પ્રસાર, મીડિયા, લીગલ વગેરે પ્રમુખ ભૂમિકા નિભાવી ચૂક્યા છે. ગુજરાત પણ હવે ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું હોવાી એમના બહોળા અનુભવનો લાભ પ્રદેશ ભાજપને મળશે તેમ પ્રદેશ પ્રમુખ વાઘાણીએ આવકારતા જણાવ્યું હતું.