Abtak Media Google News

પરિવર્તન એ સંસારનો નિયમ છે અને 21 મી સદીનાં પ્રારંભથી આપણે દરેક  ક્ષેત્રનું ડિજીટલાઇઝેશન જોઇ રહ્યા છીઐ આ આપણી સમાજ વ્યવસ્થાનું સૌથી મોટું પરિવર્તન કહી શકાય. આજે આહાર ડિજીટલ, વિહાર ડિજીટલ તો વિચાર પણ ડિજીટલ થઇ રહ્યા છે. જો માનવનાં લગ્ન ડિજીટલ થઇ શકતા હોય તો બેંકિંગ અને લોનની વ્યવસ્થા ડિઝીટલ થાય તે સ્વાભાવિક છે. પરંતુ આ ડિજીટલાઇઝેશનમાં સાઇબર ક્રાઇમ, કે ગ્રાહકો સાથે છૂપા નિયમો દ્વારા થતી છેતરપિંડીનાં કિસ્સા પણ વધી રહ્યા હોવાથી રિઝર્વ બેંકે હાલમાં જ ડિજીટલ લેન્ડિંગ સ્સિટમ માટેની માર્ગદર્શિકામાં ફેરફારો કરીને તેને વધુ સરળ, અને ગ્રાહકોને સાનુકૂળ બનાવ્યા છે.

1 ડિસેમ્બર-22 થી અમલમાં આવેલા ડિજીટલ લેન્ડિંગનાં આ નવા નિયમોમાં લેન્ડર અને બોરોઅર વચ્ચેનાં નાણાકિય વ્યવહારો આ બન્નેનાં ખાતામાં જ થશૈ તેથી વચેટિયાની ભૂમિકા નહિવત થઇ જાય છે. જેનાથી લોન લેનારને તેની લોનની પુરી કિંમત વાપરવા મળશે. આ ઉપરાંત ગ્રાહકોની જાણ કે અનૂમતિ વિના લેન્ડર લોન લેનારની લોનની કિંમતની મર્યાદા વધારી શકશૈ નહીં આમ થવાથી અચાનક વધારે નાણા વાપરીને વધારે વ્યાજનો બોજ ગ્રાહક ઉપર આવશૈ નહીં.

કોઇપણ નવી સિસ્ટમ જ્યારે બજારમાં આવે ત્યારે તેને પ્રયોગાત્મક રૂપે શરૂ કરવામાં આવે છૈ. કારણકે કાગળ ઉપર બનાવેલા નિયમો જ્યારે વ્યવહારમાં આવે ત્યારે તેમાંથી ઘણા છીંડા દેકાતા હોય છૈ જેને બીજા તબક્કાનાં અમલમાં સુધારીને ગ્રાકો માટે વધુ સુદ્રઢ બનાવાતા હોય છે. ડિજીટલ લેન્ડિંગમાં પણ રિઝર્વ બેંકને આવો જ અનુભવ થયો હતો. તેથી ઓગસ્ટ-22 માં રિઝર્વ બેંકે સૌ પ્રથમ ડિજીટલ લેન્ડિંગનાં નિયમો જાહેર કર્યા હતા અને સપ્ટેમ્બર-22 માં તેના ઉપર મંતવ્યો મંગાવાયા હતા. ત્યારબાદ ડિજીટલ લેન્ડિંગનાં કારોબાર કરતી તમામ કંપનીઓને જણાવાયું હતું કે તેમને 30 નવેમ્બર-22 સુધીમાં આ નવા નિયમોનું પાલન થઇ શકે તેવું લેન્ડિંગ માળખું તૈયાર કરવાનું રહેશે. અને 1 ડિસેમ્બર-22 થી આ નવા નિયમોનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.

ડિજીટલ લેન્ડિગનાં માળખાના જાણકારો કહે છૈ કે આ નવા નિયમોથી લેન્ડિંગની કાર્યવાહી સરળ થશૈ તથા ગ્રાહકોને વિનાકારણે ઉંચા વ્યાજદર સહન કરવામાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત વ્યાજ તથા બાકી રકમની વસુલી માટે બજારમાં ચાલતી ગેરકાનુની પ્રવûતિઓ હવે બંધ થઇ જશે. નવા નિયમો ગ્રાહકો માટે છૂપા ખર્ચને દૂર કરનારા, એકદમ સ્પષ્ટ સૂચનાઓ વાળા તથા પારદર્શી હશૈ જેમાં લોન લેનારની અંગત માહિતી અને ડેટાબેઝ માત્ર લેન્ડરનાં ઉપયોગ માટે જ ઉપલબ્ધ હોવાથી તેનો ગેરઉપયોગ ઘટશે.

ફાઇનાન્સ સેક્ટરમાં ડિજીટલ લેન્ડિંગનો રોલ મહત્વનો બનતો જાય છે. કારણ કે છૈલ્લા બે વર્ષમાં તેનો ઉપયોગ ઘણો વધ્યો છે. આંકડા બોલે છે કે 2020 માં જે આંકડા 150 અબજ ડોલરનો હતો તે 2023 માં વધીને 350 ડોલર થવાનું પ્રોજક્શન છે. સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 2030 નાં વર્ષ સુધીમાં ડિજીટલ લેન્ડિંગ હેઠળની અસ્કયામતો નો આંકડો એક ટ્રિલિયન ડોલરે પહોંચશૈ જ્યારે આવક 200 અબજ ડોલરની હશે. સ્વાભાવિક રીતે જ જેમ ડિજીટલ લેન્ડિંગ દ્વારા લોનનો આંકડો વધતો ગયો છૈ તેમ અહી વિવાદ ફરિયાદ અને સમસ્યાનાં કિસ્સા પણ વધી રહ્યા છે.  જેમાં ટેકનિકલ અને સૈધ્ધાંતિક મુદ્દા ઉપર વવિાદ વધારે જોવા મળ્યો છે. આવા કિસ્સા ઘટાડવા માટે જ રિઝર્વ બેંકે સુધારા સાથેની નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે.

જેમ સરતા અને સુવિધા વધે તેમ ગ્રાહકોમાં લોકપ્રિયતા વધૈ તે ભિંતે લખેલું સત્ય છૈ હવે જ્યારે તમને ઘેર બેઠાં એક ક્લિક પર લોન મળવા માંડે ત્યારે તેનો ઉપયોગ કરનારા પણ વધશે. આ સેક્ટર આગામી દિવસોમાં કઇ દિશામાં કેટલું વિસ્તાર પામશૈ તે નક્કી ન હોવાથી રિઝર્વ બેંકે પોતાની સુધારેલી માર્ગદર્શિકામાં  તમામ રેગ્યુલેટેડ કંપનીઓ, કોમશિયલ બેંકો, સહકારી બેંકો,  રાજ્ય સહકારી બેંકો, તથા નોન-બેંકિંગ ફાઇનાન્શયલ કંપનીઓને પણ આ નવી માર્ગદર્શિકાનાં દાયરામાં લઇ લીધી છે. જેનાથી આ સેક્ટરમાં થનારા ગોટાળા ઉપર બાજનજર રાખી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.