Abtak Media Google News

 રૂ. 300 કરોડ સુધીનું ઓવરસબસ્ક્રિપ્શ જાળવી રાખવાનો વિકલ્પ: કુલ રૂ. 600 કરોડનો ઇશ્યૂ

નવી ટેકનોલોજીસ લિમિટેડ (નવી)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની નવી ફિનસર્વ લિમિટેડ (એનએફએસ)એ આજે સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ અને રીડિમેબલ નોન-ક્ધવર્ટિબ્લ ડિબેન્ચર્સ (એનસીડી)ના પબ્લિક ઇશ્યૂની જાહેરાત કરી હતી, જે રૂ.300 કરોડના બેઝ ઇશ્યૂ સાથે રૂ. 600 કરોડનો છે તેમજ વધુ રૂ.300કરોડના ઓવર સબસ્ક્રિપ્શનને જાળવી રાખવાનો વિકલ્પ ધરાવે છે. આ ઇશ્યૂ 23 મે, 2022ના સોમવારે ખુલશે અને 10 જૂન, 2022ને શુક્રવારે બંધ થશે, જેમાં વહેલાસર બંધ થવાનો કે લંબાવવાનો વિકલ્પ સામેલ છે.

પ્રસ્તાવિત એનસીડી ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એ (સ્ટેબ્લ) રેટિંગ ધરાવે છે. આ રેટિંગ નાણાકીય જવાબદારીઓ સમયસર અદા કરવાની પર્યાપ્ત ક્ષમતાનું પ્રતીક છે. આ પ્રકારના માધ્યમો ધિરાણનું ઓછું જોખમ ધરાવે છે. રોકાણકારોને 9.80 ટકા* સુધી અસરકારક વળતર અને રૂ.10,000ની લઘુતમ એપ્લિકેશન સાઇઝ સાથે 18 મહિના અને 27 મહિનાની મુદ્દત માટે વિવિધ સીરિઝ અંતર્ગત સુરક્ષિત એનસીડીમાં સહભાગી થવાની તક મળી છે.

એનસીડી ઇશ્યૂ વિશે એનએફએસના મેનેજિંગ ડિરેક્ટર અંકિત અગ્રવાલે કહ્યું હતું કે, આગામી એનસીડી ઇશ્યૂનો ઉદ્દેશ આગળ જતાં ધિરાણ કરવાનો અને ધિરાણના ઉદ્દેશો માટે ફંડ ઊભું કરવાનો છે. એનાથી અમારી ધિરાણની પ્રોફાઇલમાં વિવિધતા આવશે અને અમારો પોર્ટફોલિયોમાં સંસ્થાગત પાર્ટનર્સના બહોળા આધાર સાથે રિટેલ રોકાણકારો વધશે. આ અ (સ્ટેબ્લ) રેટિંગ, એપ્લિકેશનની ઓછી સાઇઝ અને 9.80 ટકા* સુધી અસરકારક વળતર સાથે સુરક્ષિત માધ્યમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.