લુંટારુનો નવો પેંતરો, SMCના કર્મચારી બની ઘરમાં ઘુસ્યા, લુંટનો કર્યો પ્રયાસ

સુરતમાં પાલિકાકર્મીની ઓળખ આપી 3 લૂંટારા ઘરમાં ઘૂસ્યા, મહિલાનું ગળું દબાવી લૂંટનો પ્રયાસ કર્યો

સુરત એટલે ડાયમંડ સીટી પરતું સુરતમાં ક્રાઈમ પણ દિવસેને દિવસે વધી રહ્યો છે હાલ અડાજણની સીકેવીલા સોસાયટીમાં રહેતા ખેડૂત તેજસ પટેલને ત્યાં બુધવારે 3 લોકો પાલિકાના કર્મચારી હોવાનું કહી પાણીની ટાંકી ચેક કરવા આવ્યા હતા. ત્રણેયે પાલિકાનો યુનિફોર્મ પહેર્યો હતો એટલું જ નહીં, પાલિકાનું આઈકાર્ડ પણ હતું, જેથી ત્રણેય સાથે ટાંકી ચેક કરવા ગયા હતા. પછી ત્રણેય ત્યાંથી નીકળી ગયા હતા. બીજી તરફ તેજસ પટેલ પણ ઘરેથી કોઈ કામ અર્થે નીકળી ગયા હતા. ઘરે મહિલા હતી. બાદમાં ફરી આવીને મહિલાને બેભાન કરવા પ્રયાસ કર્યો હતો.

મહીલને બેભાન કરવાનો કર્યો પ્રયાસ
ત્રણેય લૂંટારા થોડીવારમાં પાછા તેમના ઘરે આવ્યા હતા અને ગાર્ડનમાં ચેક કરવાની વાત કરી હતી. મહિલાને પણ એવું હતું કે પાલિકાના કર્મચારીઓ છે એટલે તેમણે પણ જવા દીધા હતા. ગાર્ડન ચેક કરવાના બહાને એક ગેટ પર બીજો ગાર્ડનમાં અને ત્રીજો વચ્ચે ઊભો રહ્યો હતો. આ દરમિયાન એક ઈસમે તેના સાગરીત સાથે મહિલાનું ગળું દબાવી ઘેનનો પદાર્થ સૂંઘડાવી બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો પરતું મહિલા એ હિમંત દાખવી હતી અને જપાજપી કરી નીચે પડી જવા છતાં સામનો કર્યો હતો અને પછી બેભાન થઇ હોવાનું નાટક કર્યું હતું.

https://youtu.be/WL7hR0PqKWY

ઘરમાં લાગેલા CCTVમાં સમગ્ર ઘટના થઈ કેદ

જોકે મહિલાએ પહેલા તો બેભાન થઈ હોવાનું નાટક કરી થોડીવારમાં ઊભી થઈને બહાર દોડી બૂમાબૂમ કરી દીધી હતી, જેને કારણે આજુબાજુના લોકો દોડી આવતાં ત્રણેય લૂંટારા ત્યાંથી ભાગી ગયા હતા. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ અંગે અડાજણ પોલીસને જાણ કરાતા અરજીના આધારે હાલ તપાસ શરુ કરી છે અને આગળ શું થાય તે જોવાનું રહ્યું.