Abtak Media Google News

સામગ્રી

  • ૫ બટાકા બાફેલા
  • ૧ લીટર દૂધ
  • ૧૦૦ ગ્રામ ખાંડ
  • ૧ ચમચી બદામ, કાજુ, પિસ્તા
  • ચપટી ઇલાયચી

રીત :

  • મધ્યમ આંચ પર એક કડાઇ ગરમ થવા માટે રાખો. ત્યાર બાદ તેમાં ઘી ગરમ કરી બટાકા મેશ કરીને રાખી દો. ધ્યાન રાખો કે બટાકા વધારે ચીપચીપા ન થઇ જાય. બ્રાઉન કલરના બટાકા થાય ત્યાં સુધી શેકો.
  • ત્યાર બાદ તેમાં દૂધ એડ કરીને ૧૦ મિનીટ માટે તેને ચડવા દો. હવે તેમાં ખાંડ, ઇલાયચી અને સૂકા મેવા એડ કરીને ૧૦ મિનિટ સુધી ચડવા દો.
  • નિશ્ચિત સમય બાદ ગેસ પરથી ખીરને ઉતારી ઠંડી થવા દો. સૂક્કા મેવાથી ખીરને સજાવીને સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.