આગામી ૨૭ વર્ષ ભારતનું ભવિષ્ય, આપણા સ્વપ્ના અને સમર્પણ નકકી કરશે: મોદી

એક સમય હતો ‘ભારતમાં શા માટે ?’ હવે પુછાય છે ‘ભારતમાં શા માટે નહીં ?’

ભારતની વિકાસ ગાથા પર આખા વિશ્ર્વને વિશ્ર્વાસ છે એસ્સોચેમના સંમેલનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન

આગામી ૨૭ વર્ષે ભારતનું ભવિષ્ય જ નહી પણ આપરા સ્વપ્ના અને સમર્પણની પરીક્ષાના છે અને આ સમય જ મહત્વનો છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એસ્સોચેમના સંમેલનને સંબોધતા જણાવ્યું હતુ.

એસ્સોચેમના સંમેલનને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું કે આજે આખી દુનિયાને ભારતનાં વિકાસની વાતમાં રસ છે.કોરોના કાળમાં પણ ભારતમાં વિક્રમજનક એફડીઆઈ સીધુ વિદેશી રોકાણ થયું છે. ભારત પોતાના પર ભરોસો રાખી પોતાના સંશાધનો પર ભરોસો રાખી ‘આત્મનિર્ભર ભારત’ તરફ આગળ વધી રહ્યું છે.અમે આ લક્ષ્ય મેળવવા ઉત્પાદકતા ઉપર વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ અને ઉત્પાદકતા વધારવા માટે અમે સતત સુધારા કરી રહ્યા છીએ.

વડાપ્રધાને ઉદ્યોગપતિઓને સંબોધતા વધુમાં જણાવ્યું કે દેશના ઉદ્યોગપતિઓ છેલ્લા ૧૦ વર્ષથી દેશની અર્થ વ્યવસ્થા કરોડો ભારતીયોનું જીવન સુધારવા પ્રયાસો કરી રહ્યા છે. હવેનો સમય છે કે એના માટે આયોજન કરીએ અને કામ પણ કરીએ.અત્યારે આખી દુનિયા ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફથી આગળ વધી રહી છે. નવી ટેકનોલોજીના રૂપમાં પડકારો પણ આવશે અને એનું સમાધાન પણ આવશે.આઝાદીનાં ૧૦૦ વર્ષના લક્ષની ચર્ચા કરતા વડાપ્રધાને જણાવ્યું કે આત્મનિર્ભરના જ આપણે પડકાર નથી પણ એ લક્ષ આપણે કેટલા ઓછા સમયમાં પાર કરી શકીએ એ પણ એક મોટો પડકાર છે. એ પણ મહત્વનો છે.

આગામી ૨૭ વર્ષ ભારતની વૈશ્ર્વિક ભૂમિકા જ નહી પણ એની સાથે સાથે ભારતીયોના સ્વપ્ના અને સમર્પણની પરીક્ષાના છે. આ સમયમાં તમારે ભારતનાં ઉદ્યોગો તરફથી કેપેબીલીટી (ક્ષમતા) કમીટમેન્ટ (સમર્પણ) અને કરેજ (હિંમત) દુનિયાને બતાવવાના છે. કોંગ્રેસના શાસન તરફ નિર્દેશ કરી વડાપ્રધાને જણાવ્યું કે એક સમયે દેશમાં પરિસ્થિતિ એવી હતી ત્યારે કહેવાતું ભારતમાં શા માટે ? હવે દેશમાં સુધારા થયા બાદ કહેવાય છે ભારતમાં શા માટે નહીં? નવું ભારત પોતાના સમર્થ્ય પર વિશ્ર્વાસ કરી ‘આત્મનિર્ભર ભારત’ તરફ આગળ વધી રહ્યો છે.

દુનિયા આખીને ભારતની અર્થ વ્યવસ્થામાં વિશ્ર્વાસ છે

વડાપ્રધાને જણાવ્યું કે આખી દુનિયાને ભારતની અર્થ વ્યવસ્થામાં વિશ્ર્વાસ છે. કોરોના વાયરસનાં સમયમાં આખી દુનિયામાં રોકાણ એક પડકાર હતો ત્યારે આપણે ત્યાં એફડીઆઈનું રેકોર્ડ આગમન થયું છે. આ વિશ્ર્વાસ કાયમ રાખવા માટે હવે આપણે ઘરેલું રોકાણ વધારવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે ઉત્પાદકતાને વધારવા માયે અમે સતત સુધારા કરી રહ્યા છીએ દેશ કરોડો યુવાનોને તક આપનારા ઉદ્યોગો, સાહસો અને સંપતિ સર્જકો સાથે છે.