Abtak Media Google News

અંજાર પ્રાંત કચેરીએ યોજાયેલી મિટીંગમાં લેવાયા નિર્ણય

રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે કચ્છ ખાતે ના કોવિડ૧૯ માટેના પ્રભારી રાજકુમાર બેનિવાલ અને જિલ્લા કેલેક્ટર પ્રવિણા ડી. કે.એ સયુંકત રીતે અંજાર એસ.ડી.એમ.કચેરી ખાતે અંજાર-ગાંધીધામ વિસ્તારમાં કોવિડ-૧૯ના સંક્રમણને રોકવા સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં રાજયના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે એ આ વિસ્તારમાં આવેલી કોવિડ-૧૯ હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડ ની સંખ્યા વધારવા પર ભાર મુક્યો હતો. આ તમામ હોસ્પિટલોમાં દર્દીઓને સારી ગુણવત્તાનું ભોજન તેમજ મિનરલ વોટર પૂરું પાડવા માટે તાકીદ કરી હતી. આ તમામ કોવિડ-૧૯ હોસ્પિટલોમાં હેલ્પડેસ્ક અને હેલ્પલાઇન નં. શરૂ કરવા સૂચન કર્યું હતું. આ

ઉપરાંત તમામ હોસ્પિટલોમાં સ્વચ્છતા જાળવવા પર ભાર મુક્યો હતો.આ ઉપરાંત તમામ એસ.ડી.એમ. કચેરીઓ પર કમાન્ડ અને કંટ્રોલ રૂમ શરૂ કરવા તાકીદ કરી હતી. બેઠકમાં સ્થાનિક અધિકારીઓ, ડોકટર્સ અને કર્મચારીઓના રીવ્યુ મેળવી જરૂરી મેન પાવર ફળવવા અને સુવિધા વધારવા માર્ગદર્શન આપ્યુ હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, ડીઆરડીએના ડાયરેક્ટર મેહુલ જોશી, અંજાર પ્રાંત ડો. વી.કે. જોેષી, કચ્છ ખાતેના સ્ટેટ લાયજન અધિકારી ડો. માઢક, સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, અંજાર વિસ્તારના ડીવાયએસપી તેમજ અંજાર-ગાંધીધામ વિસ્તારની કોવિડ-૧૯ હોસ્પિટલોનાં ડોક્ટર્સ અને વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.