Abtak Media Google News

ફોરસાઇટ એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓની આવડત અને તેમને મેળવેલા જ્ઞાનને આધારે વિશેષ તૈયારીઓ કરાવવામાં આવે છે

અબતક, રાજકોટ

કોરોનાના કપરા સમય બાદ વિદ્યાર્થીઓ પોતાના સુરક્ષિત ભવિષ્ય અને પોતાની કારકિર્દીને સિક્યુર કરવા વિદેશ અભ્યાસ અર્થે જતા હોય છે. હું તો સૌરાષ્ટ્ર અને રાજકોટમાં સૌથી મોટો પ્રશ્ન વિદ્યાર્થીઓને જે ઊભો થઈ રહ્યો છે તે એ છે કે તેઓને મૂલ્ય શિક્ષણ મળતું નથી અને અન્ય રાજયોની સાથે અન્ય જિલ્લાઓની સરખામણીમાં સૌરાષ્ટ્ર રાજકોટ ના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માં ઘણી અગવડ તેનો સામનો કરવો પડે છે.

Screenshot 2 60
આ તકે રાજકોટ ખાતે ફોરસાઇટ એજ્યુકેશન સંસ્થા જે પ્રસ્થાપિત થઇ છે તેના સંસ્થાપક જીનલબેન મહેતાએ અબતકને વિશેષ માહિતી  આપતા જણાવ્યું હતું કે, જે સંસ્થાઓ ઊભી કરવામાં આવી છે તેનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને યોગ્ય સમજી અને તેમને યોગ્ય નિરાકરણ આપવામાં આવે જો આ કરવામાં સંસ્થા સફળતા હાંસલ કરશે તો તેના ઘણા ફાયદા વિદ્યાર્થીઓને મળશે સામે સંસ્થા પ્રત્યેનો વિશ્વાસ છે તે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ જોવા મળશે.

માત્ર 15 દિવસમાંજ વિદ્યાર્થીએ આઇલેસ્ટસની પરીક્ષા પાસ કરી કેનેડાના પીઆર મેળવ્યા

ફોરસાઈટ એજ્યુકેસન હાલ સફળતાના શિખરો સર કરી રહ્યું છે જેનો સૌથી મોટો હેતુ એ છે કે આ સંસ્થામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે તેઓ અને સંસ્થા પરનો વિશ્વાસ છે અને તેમને ખ્યાલ છે કે સંસ્થા સર્વપ્રથમ તેમની જે પ્રગતિ કરી છે તેને શોધે છે અને ત્યાર બાદ તેઓને જરૂરી મુજબનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. તથા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ આ પુસ્તકને સંસ્થા અંગે માહિતગાર કર્યા હતા અને તેની મહત્વતા સમજાવી હતી.

દરેક સંસ્થાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના સ્વપ્નને સાકાર કરવાનો જ હોવો જોઈએ: જીનલ મહેતા

Screenshot 1 71

ફોરસાઈટ એજ્યુકેશનના સંસ્થાપક જીનલબેન મહેતાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોઈપણ શૈક્ષણિક સંસ્થાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના સ્વપ્નને તાકાત કરવાનો જ હોવો જોઈએ જો આ સંસ્થા પોતાના હેતુને સિદ્ધ કરી શકે તો સંસ્થાનો પણ વિકાસ શક્ય બને છે અને વિદ્યાર્થીઓની સાથે વાલીઓનું વિશ્વાસ પણ સંસ્થા સાથે જોડાતો હોય છે. બીજી તરફ તેઓએ જણાવ્યું હતું કે કોરોના ના કપરા સમયમાં જે રીતે ઓનલાઈન એજ્યુકેશન શક્ય બન્યું તેને જોઈ વિદ્યાર્થીઓ હવે પોતાના ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે વિદેશ અભ્યાસ કરવા માટે વધુ તૈયાર થઈ રહ્યા છે જેમાં સૌથી મોટો લક્ષ્ય વિદ્યાર્થીઓનો એ છે કે તેઓ શિક્ષણની સાથે રોજગારી પણ મેળવી શકે અને પોતાના ભવિષ્યને સુરક્ષિત બનાવી શકે. અંતમાં સંસ્થાના સ્થાપક એ જણાવ્યું હતું તે રીતે તેઓ સંસ્થા ને આગળ ધપાવવા માંગે છે તેનાથી સૌથી વધુ ફાયદો ખરા અર્થમાં વિદ્યાર્થીઓને જો થાય તે જ તેમનો લક્ષ્ય છે.]

વિદ્યાર્થીઓની માનસિકતાને સમજે છે સંસ્થાના શિક્ષકો : સૌરવ ગોહેલ

Screenshot 3 49

રાજકોટ સૌરાષ્ટ્ર નહીં પરંતુ ગુજરાતમાં રેકોર્ડ બ્રેક કરનાર સૌરવ ગોહેલ કે જેને 15 દિવસ માજ આઇલેટ્સનો અભ્યાસ કરી કેનેડા માટે પીઆર મેળવ્યા તે સૌરવ ગોહેલે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ફોરસાઈટ એજ્યુકેશન સંસ્થાનો મુખ્ય હેતુ એ છે કે આ સંસ્થા વિદ્યાર્થીઓની માનસિકતાને સમજે છે અને વિદ્યાર્થીઓની આવડત ને ધ્યાને લઈ દેવોને પ્રશિક્ષણ આપવામાં આવતું હોય છે પરિણામે જે સફળતા ધારી ન હોય તે જ સમયમાં જ મળે છે. વિદેશ અભ્યાસ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ તેમની શૈલી પ્રેક્ટિસ કરવી જોઈએ જો તે કરવામાં તેઓ સફળતા મેળવે તો તેમનું રીઝલ્ટ ખૂબ જ સારું આવી શકે છે અને તેઓ સરળતાથી વિદેશ અભ્યાસ અર્થે પણ જઈ શકે છે.

વન ટુ વન ટીચિંગ મળે છે વિદ્યાર્થીઓને ફોરસાઈટ એજ્યુકેશનમાં : રિશી કંતારીયા

Screenshot 4 57

ફોરસાઈટ એજ્યુકેશનમાં અભ્યાસ કરી રહેલા રીસી કંતારીયાએ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ સંસ્થામાં દરેક વિદ્યાર્થીઓને વન ટુ વન ટીચિંગ મળે છે એટલું જ નહીં તેઓને જે અભ્યાસ કરાવવામાં આવે છે એનાથી તેઓને ઓછા સમયમાં વધુ લાભ કેવી રીતે મળી શકે તે મુદ્દે સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરાય છે. રસ્તામાં ઘણા વિદ્યાર્થીઓને એક ચીજ વસ્તુ જ શિખવાડવામાં આવતી હોય છે પરંતુ આ સંસ્થામાં વિદ્યાર્થીઓને કેટલો અભ્યાસ અને કેટલું જ્ઞાન છે તે અંગે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જે કોઈ વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેઓએ ફોરસાઈટમાં અભ્યાસ કરવો જોઈએ અને કારકિર્દીનું ઘડતર કરવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.