Abtak Media Google News

રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ગોળીઓ અને ઉકાળાનું સેવન કરવુ જરૂરી

કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા કોરોનાને કોન્ટ્રોલ કરવા માટે અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. કોરોનાની રસી હજુ સુધી શોધાઈ નથી ત્યારે કોરોનાથી પોતાનું તથા પરીવારજનો નું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી બન્યું છે . રાજ્ય સરકારના આયુષ વિભાગ દ્વારા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આયુર્વેદની ગોળી, ઉકાળા નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાની આ મહામારીમાં ગુજરાતની જનતાના હિતમાં આયુર્વેદની દવાઓ માટેનું તમામ રો મટીરીયલ આયુષ વિભાગને પૂરું પાડ્યું છે સાથે જ આયુર્વેદ દ્વારા કોરોનાની દવા શોધવા માટે પૂરતા પ્રયત્નો કરવા માટે અનુરોધ કર્યો છે.

Ministery Of Ayush

આયુર્વેદ અપનાવો કોરોનાથી દૂર રહો: ભાવના પટેલ  (નિયામક, આયુષ વિભાગ)

Vlcsnap 2020 07 03 14H57M51S655

આપણે સૌ જાણીએ છીએ હાલ કોરોના નો કહેર ખૂબ જ વર્તી રહ્યો છે. હજી સુધી ચોક્કસ રસ્સી નથી શોધાય તો આપણે એક તારણ પર આવી ગયા છીએ કે આપણે આપણી હ્યુમિનિટી જાળવી રાખવી જોઈએ. હ્યુમીનીટી જળવાયેલી હશે તો આપણે રોગનો ભોગ ઓછા બનીશું અથવા તો નહીં બનીએ.આ સંજોગોમાં આયુર્વેદ એટલા માટે અસરકારક પુરવાર થયું છે કે  આયુર્વેદના મુખ્ય સિદ્ધાંત છે “રોગીના રોગને દૂર કરવો .સ્વસ્થ અને સ્વાસ્થ્યનું રક્ષણ કરવું એ પહેલા આયુર્વેદમાં દિનચર્યા પથ્ય, પથ્યનું પાલન, એ બધા ખૂબ જ વ્યાપક સિધ્ધાંતો બતાવ્યા છે.જેને અનુસરીને સ્વસ્થ રહી શકાય એ માટે આયુષ મંત્રાલય અને ગુજરાત સરકાર ના આયુષ વિભાગ અમારી કચેરી દ્વારા એક માર્ગદર્શિકા અમે પૂરી પાડી છે અને એ પ્રમાણે અમે હોમિયોપેથી આલ્બમ અને આયુર્વેદની ગોળી અને ઉકાળો લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પહોંચાડી રહ્યા છીએ લોકો ખૂબ જ પ્રમાણમાં એનો ઉપયોગ કરી રહ્યા છે અને સ્વસ્થતા માટે પ્રયત્ન કરી રહ્યા છે એ સિવાય આપણે કોરોન્ટાઈન સેન્ટરમાં લક્ષણો ધરાવતા દર્દીઓમાં પણ આયુર્વેદનો ઉપયોગ કરી રહ્યા છીએ. આખા ભારતમાં એક ફક્ત ગુજરાત સરકારે જ માનનીય મુખ્યમંત્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીએ ઉત્સાહજનક પીઠબળ પૂરું પાડતા દર્દીઓ ઝડપથી સ્વચ્છતા પ્રાપ્ત કરી રહ્યા છે મારું આપ બધાને અનુરોધ છે કે આપ બધા પણ આયુષ અપનાવો અને સ્વસ્થ રહો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.